લારીવાળાની જોરદાર સ્કીમ : આ લારીવાળો તમને એક રોલ ખાવાના આપશે 20 હજાર રૂપિયા, પરંતુ માનવી પડશે તમારે આ એક શરત

ભારતની અંદર ખાવાના શોખીનો ખૂણે ખૂણામાં પડેલા છે, સારું અને ટેસ્ટી ખાવાનું તો કોઈ કેમ છોડી શકે ? ઘણીવાર ઘણી હોટલ અને રેસ્ટોરન્ટ દ્વારા જમવામાં પણ કેટલીક શરતો રાખવામાં આવે છે. અને આ શરતો એવી હોય છે જેમાં કાચા પોચા ખાનારાનું કામ નથી હોતું, ઘણા લોકો આવી શરતો પુરી કરી અને ઇનામ પણ જીતતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવી જ એક શરત વાળી એક લારી છે. જો તમે પણ ખાવાના શોખીન છો અને ખાઈને પણ સામેથી પૈસા જીતવા માંગો છો તમારા માટે આ એક ફાયદાનો સોદો બની શકે છે. તમે એક રોલ ખાઈ અને 20 હજાર રૂપિયા જીતી શકો છો. બસ તેના માટે શરત એટલી છે કે તમારે આ રોલને મર્યાદિત સમયમાં ખાઈ જવાનો રહેશે અને જેના માટે તમને 20 હજાર રૂપિયા મળી શકે છે.

આ ચેલેન્જ દિલ્હીમાં એક ફૂડ સ્ટોલ દ્વારા આપવામાં આવી છે. સોશિયલ મીડિયામાં તેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક લારી વાળો તવા ઉપર એક રોલ તૈયાર કરી રહ્યો છે. 5 મિનિટના આ વીડિયોની અંદર જણાવવામાં આવ્યા છે કે આ રોલ કેવી રીતે તૈયાર થઇ રહ્યો છે. આ રોલને ભારતનો સૌથી મોટો કાઠી રોલ કહેવામાં આવે છે.

આ રોલને બનાવવામાં 30 ઈંડા, પનીર અને નુડલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ રોલની સાઇઝ સવાથી ત્રણ ફૂટ જેટલી હોય છે. જે શુદ્ધ લોટની અંદર જ તૈયાર કરવામાં આવે છે. આ રોલની સાઈઝ એટલી મોટી છે કે ચાર જણા પણ તેને પૂરો ના કરી શકે. પરંતુ ફૂડ સ્ટોલના માલિકે એક સ્કીમ રાખી છે કે ચેલેન્જ આપ્યું છે કે જે પણ વ્યક્તિ એકલા આ રોલને 20 મિનિટમાં  પૂરો કરશે તેને 20 હજાર રૂપિયા ઇનામમાં આપવામાં આવશે

આપણા દેશની અંદર ઘણી એવી હોટલ આવેલી છે જેમાં હોટલો દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે અલગ અલગ સ્કીમ રાખવામાં આવતી હોય છે. થોડા સમય પહેલા જ એક હોટલ દ્વારા એક બુલેટ થાળી લોન્ચ કરવામાં આવી હતી. જે થાળીને એક કલાકમાં ખાઈ જવા ઉપર રોયલ ઈનફિલ્ડ બુલેટ આપવામાં આવતું હતું.


આ બુલેટ થાળીની કિમમર પણ 4444 રૂપિયા રાખવામાં આવી હતી અને જેની સાથે શરત હતી કે આ થાળીને 2 લોકોએ સાથે મળી અને ફક્ત એક જ કલાકની અંદર આખી જ પુરી કરવાની હતી. આ ચેલેન્જ માટે હોટલના માલિકે તેમની હોટલની બહાર 5 બુલેટ પણ ઉભા રાખી દીધા હતા.

Niraj Patel