પ્લેનમાં બેસેલા મુસાફરોની રાડ પડી ગઈ, જાણો સમગ્ર મામલો
આમદાવાદથી નીકળીને જેસલમેર જવા વાળી સ્પાઇસજેટની નિયમિત વિમાન સેવાના યાત્રિકોના શ્વાસ ત્યારે અઘ્ધર થઇ ગયા જ્યારે સ્પાઇસજેટનું વિમાન તકનીકી કારણોના લીધે જેસલમેર એરપોર્ટના રનવે ઉપર લેન્ડ ના કરી શક્યું.
પાયલોટ દ્વારા ત્રણ અલગ અલગ વખત પ્રયત્નો કરવા છતાં પણ લેન્ડિગ સફળ નહોતું થઇ રહ્યું અને લગભગ 1 કલાક સુધી વિમાન હવામાં રહેવાના કારણે યાત્રીઓ પણ ગભરાઈ ગયા હતા. કેટલાક યાત્રીઓ તો ધ્રુસકે ધ્રુસકે રડવા પણ લાગી ગયા હતા.

ત્યારબાદ વિમાનને પાછું અમદાવાદ લાવવામાં આવ્યું અને ત્યાં તેનું સુરક્ષિત લેન્ડિંગ પણ થયું. લગભગ બે કલાક બાદ બીજા પાયલોટ દ્વારા ફરી પાછું જેસલમેર મોકલવામાં આવ્યું. મોડી સાંજે જેસલમેરના રન-વે ઉપર સુરક્ષિત રીતે લેન્ડિગ કરાવવામાં આવ્યું. મળતી માહિતી પ્રમાણે સ્પાઇસજેટની ઉડાન સેવા એસજી 3014 દ્વારા અમદાવાદથી જેસલમેર માટે શનિવારે લગભગ 12:05ના સમયે ઉડાન ભરી હતી. લગભગ 1 વાગ્યાની આસપાસ વિમાન જેસલમેર હવાઈ મથકની નજીક આવ્યું.
વિમાન ચાલક દ્વારા વિમાનને સુરક્ષિત લેન્ડિંગ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તે તેમાં સફળ ના થઇ શક્યો. ત્યારબાદ વિમાનને ફરીથી આકાશમાં લઇ જવામાં આવ્યું. ત્યારબાદ બે અલગ અલગ ડાયરેક્શનમાંથી વિમાનને લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ સંભવતઃ તકનીકી કારણોના લીધે વિમાન લેન્ડિંગ ના થઇ શક્યું.

આ રીતે વિમાન લગભગ 1 કલાક સુધી આકાશમાં જ ચક્કર લગાવતું રહ્યું. ત્યારબાદ વિમાન ચાલક લગભગ 2 વાગ્યાની આસપાસ વિમાનને અમદાવાદ લઇ આવ્યો. જ્યાં 20:40 વાગે સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું. લગભગ 2 કલાક બાદ વિમાને ફરી જેસલમેર માટે ઉડાન ભરી અને લગભગ 5:15 કલાકે તે જેસલમેર પહોંસીયુ અને ત્યાં તેનું સુરક્ષિત લેન્ડિંગ પણ કરવામાં આવ્યું.
તો વિમાનમાં હાજર રહેલા યાત્રી મયંક ભાટિયા દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવવામાં આવ્યું કે અમદાવાદથી સ્પાઇસજેટ નિયમિત ઉડાન સેવા એસજી 3014 નિયમિત સમયે જેસલમેર જવા માટે રવાના થયું હતું. પરંતુ તકનીકી ખામીના કારણે જેસલમેર હવાઈ મથકે પાયલોટ સુરક્ષિત રીતે લેન્ડ ના કરાવી શક્યો. પાયલોટ દ્વારા ત્રણ વાર પ્રયત્ન કરવામાં આવ્યા. પરંતુ વિમાન નીચે આવ્યા બાદ લેન્ડિંગ રનવે ઉપર ના થઇ શકી જેના કારણે પાયલોટ વિમાનને આકાશમાં લઇ જતો. લગભગ એક કલાક સુધી વિમાન હવામાં રહ્યું જેના કારણે ઘણા યાત્રીઓ ગભરાઈ ગયા હતા. ખાસ કરીને મહિલા યાત્રીઓની ખુબ જ ખરાબ હાલત હતી.

જેસલમેર એરપોર્ટ ઓથોરીટીના ડાયરેક્ટર બીએસ મીણાએ પણ આ ઘટનાની ખાત્રી કરતા જણાવ્યું કે તકનીકી કારણોથી અમદાવાદથી જેસલમેર આવવા વાળી વિમાન સેવા પોતાના નિયમિત સમય ઉપર લેન્ડિંગ ના કરી શક્યું. વિમાન ફરી પાછું અમદાવાદ ગયું અને ત્યાબાદ સાંજે 5:15 કલાકે અમદાવાદથી જેસલમેર પહોંચ્યું અને અહિયાંથી અમદાવાદ જવા વાળા યાત્રીઓને લઈને સુરક્ષિત રીતે પ્રસ્થાન પણ કર્યું.