એર-હોસ્ટેસના નાના ભાઇએ જોઇન કરી એરલાઇન તો બહેને કર્યુ ખાસ રીતે વેલકમ, વીડિયો જોઇ લોકો થયા ઇમોશનલ
ભાઈ-બહેનનો સંબંધ દુનિયાનો સૌથી મધુર સંબંધ છે. તેમની વચ્ચે ગમે તેટલા ઝઘડા હોય પરંતુ તેઓ એકબીજાને સૌથી વધુ પ્રેમ કરે છે. બંને એકબીજાની સફળતામાં ખુશ પણ થાય છે. એવું ભાગ્યે જ જોવા મળે છે કે ભાઈ-બહેન એક જ કંપનીમાં કામ કરે, પરંતુ તાજેતરમાં ઈન્ડિગો એરલાઈન્સમાં આવું બન્યું.
એર હોસ્ટેસ બહેન કે જે પહેલાથી ઈન્ડિગોમાં કામ કરી રહી હતી, તેના આનંદની કોઈ સીમા ત્યારે ન રહી જ્યારે તેનો ભાઈ પણ ગ્રાઉન્ડ ક્રૂ તરીકે આ જ કંપનીમાં જોડાયો. બહેને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના ભાઈને સરપ્રાઈઝ આપતી જોવા મળી રહી છે. @capri.hostie નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે રિયાનો ભાઈ હર્ષ ફ્લાઈટમાં પ્રવેશતાની સાથે જ તેને ખુશીથી ગળે લગાવે છે. સેલિબ્રેશન માટે કેક, ચોકલેટ અને નોટ પણ રાખવામાં આવી છે. વીડિયો શેર કરતી વખતે રિયાએ કેપ્શનમાં લખ્યું છે- દેવકર પરિવારથી 6E પરિવાર સુધી! મને મારા નાના ભાઈ પર ખૂબ ગર્વ છે. હું તને ખૂબ પ્રેમ કરું છું, અભિનંદન. આ વીડિયોને લાખો લોકોએ લાઇક કર્યો છે.
વીડિયો પર ઘણા યુઝર્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે અને ભાઈ-બહેનની આ જોડીના વખાણ કરી રહ્યા છે. એકે કમેન્ટ કરી, “હાઉ સ્વીટ, ભાઈ-બહેનનો પ્રેમ,” જ્યારે બીજાએ લખ્યું, “મને મહેનતુ લોકો ગમે છે.” અન્ય એકે કોમેન્ટમાં લખ્યુ, “ભાઈ અને બહેનની ખુશી જોઈને આનંદ થયો. સ્ટાફની છોકરીઓનું દિલ સારું છે, ભાઈનું સન્માન કરો.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, “આજે મેં જોયેલી રીલ્સમાંની સૌથી સારી રીલ છે આ”.
View this post on Instagram