એક જ ઘરમાંથી ઉઠી 5 અર્થીઓ, જોઈને લોકોની આંખોમાં આવી ગયા આંસુ, લોકોએ કહ્યું, “આજ પહેલા ક્યારેય આવા દૃશ્યો નહોતા સર્જાયા”

કોરોના વાયરસના કારણે દેશભરમાં ઘણા લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના બિકાનેર જિલ્લાના શ્રીડુંગરગઢના આડસર બાસના ગામની અંદર મોતનો તાંડવ જોવા મળ્યો. આવું દૃશ્ય ગ્રામજનોએ આટલા વર્ષોમાં ક્યારેય નહિ જોયું હોય. આ ગામના એક જ પરિવારના 5 લોકોના એક સાથેન નિધન થયા અને એક સાથે ઉઠેલી પાંચ અર્થીઓને જોઈને આખું ગામ હીબકે ચઢ્યું હતું.

મંગળવારના રોજ થયેલ એક દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા. જયારે પાંચમા વ્યક્તિનું PBM હોસ્પિટલમાં અન્ય બીમારીના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પાંચેય શબને ઘરમાં ના રાખતા મોડી રાત્રે આ બધાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ હૃદય દ્રાવક ઘટના બાદ બુધવાર સવારે આસપાસના બજાર પણ બંધ રાખવામાં આવ્યા હતા.

આ પરિવાર આડસરબાસનો છે. અહીંયાના મહાપ્રસાદ માળીના મોટા દીકરા લાલચંદનું સ્વાસ્થ્ય કેટલાક દિવસોથી સારી નહોતી. તેમને પીબીએમ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. લોકડાઉન ખુલ્યું તો પરિવારના સદસ્યો હોસ્પિટલમાં ભરતી લાલચંદની ખબર પૂછવા માટે કાર લઈને નીકળી પડ્યા. ત્યારે રસ્તામાં તેમની કાર એક એક અન્ય ગાડી સાથે અથડાઈ ગઈ.

આ દુર્ઘટનામાં લાલચંદની પત્ની મેના, ભાઈ હરિપ્રસાદની પત્ની ગાયત્રી, હરિપ્રસાદનો પુત્ર અતુલ અને બીજા ભાઈ કિશોરની પત્ની સવિતા ચપેટમાં આવી ગયા. આ દુર્ઘટનામાં અતુલ અને ગાયત્રીનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું. મેના દેવીએ હોસ્પિટલમાં જતા રસ્તામાં જ દમ તોડી દીધો. તો સવિતા દેવીએ ટ્રોમા સેન્ટરમાં દમ તોડી દીધો. એવામાં એક જ દિવસમાં ચાર લોકોમાં મોત થઇ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના વિશે લાલચંદને ખબર પડતા તે પણ આ સદમો સહન ના કરી શક્યા અને તમેની પણ નિધન થઇ ગયું.

બધા જ શબોને જયારે ઘરે પહોંચવામાં આવ્યા ત્યારે મોહલ્લા સાથે સમગ્ર કસબામાં માયૂસી છવાઈ ગઈ. દરેક કોઈ આડસર વાસ તરફ જ જતો નજર આવ્યો. નિર્ણય કરવામાં આવ્યો કે રાત્રે પાંચેય શબોને ઘરમાં રાખવાના બદલે અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો. જયારે પાંચેય લોકોની અર્થી એકસાથે ઉઠી ત્યારે પાડોશીઓ સમેત ત્યાં હાજર લોકો પણ પોતાના આંસુ રોકી ના શક્યા. સ્મશાન ઘાટ ઉપર પણ ખામોશી છવાયેલી હતી.

Niraj Patel