એન્જિનિયરનો અભ્યાસ કરતો પુત્ર ગઇકાલે જ ઘરે આવ્યો હતો, જામનગરમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકો સાથે 5 લોકોના મોત, એક સાથે 5 અર્થીઓ નીકળતા આખું શહેર હીબકે ચઢ્યું

હે રામ….એક સાથે પાંચ અર્થી ઉઠી, ડેમમાં ન્હાવા પડ્યા અને મોત મળ્યું, જુઓ PHOTOS

Five People Drowned While Taking A Bath In Jamnagar : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં રોડ અકસ્માતમાં ઘણા લોકો મોતને ભેટતા હોય છે, તો ઘણા લોકો કેટલીક આકસ્મિક ઘટનાઓનો ભોગ બનતા હોય છે, ત્યારે હાલ ચોમાસાનો માહોલ છે અને ચોમાસામાં નદી, નાળા અને ડેમમાં પાણી આવી જતા લોકો પણ ત્યાં પીકનીક મનાવવા માટે જતા હોય છે તેમાં નાહવા પડતા તેઓ મોતને પણ ભેટતા હોય છે, ત્યારે હાલ એક એવી જ ઘટના જામનગરમાંથી સામે આવી છે, જ્યાં ડેમમાં નાહવા ગયેલા પાંચ લોકોના મોત નિપજ્યા છે.

પાડોશી સાથે ગયા હતા ડેમમાં નાહવા :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં  દિગ્વિજય પ્લોટમાં રહેતા અને ત્યાંજ ગજાનંદ પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ કારાભાઇ મંગેએ થોડા દિવસ પહેલા જ એક સેકેન્ડહૅન્ડ કાર ખરીદી હતી. જેને લઈને તેઓ તેમના પત્ની લીનાબેન, દીકરા સિદ્ધ અને બે પાડોશીઓ સાથે સપડા ડેમ ખાતે ફરવા માટે ગયા હતા. જ્યાં તેઓ અંદર નાહવા માટે પડ્યા અને ડૂબી જવાના કારણે મોત પાંચેય લોકોને ભરખી ગયું હતું. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

5 લોકો મોતને ભેટ્યા :

આ ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડ અને 108 તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તરત જ રેસ્ક્યુ કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી હતી. ફાયર વિભાગ દ્વારા પાંચેય લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. જેના બાદ તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને જનમનગરમાં શોકનો માહોલ સર્જાયો હતો. એક સાથે જ પાંચેય લોકોની અંતિમ યાત્રા નીકળતા આખું શહેર હીબકે ચઢ્યું હતું.

મહેસાણા એન્જીયરીંગ કરતા દીકરાને પણ મોત ભરખી ગયું :

આ ઘટનામાં મહેશભાઈનો દીકરો પણ મોતને ભેટ્યો છે, જે મહેસાણામાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો હતો, પરંતુ ગતરોજ રવિવારની રજા હોવાના કારણે તે જામનગર પોતાના ઘરે આવ્યો હતો અને પરિવાર સાથે સપડા ડેમ ગયો હતો. જ્યાં તેનું પણ મોત નીપજ્યું. મહેશભાઈના પરિવાર ઉપરાંત પાડોશમાં રહેતા અનિતાબેન વિનોદભાઈ દામાં પણ તેમના 10માં ધોરણમાં ભણતા દીકરા રાહુલ સાથે આવ્યા હતા અને તેમને પણ અહીંયા કાળ ભરખી ગયો, આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Niraj Patel