ટ્રાંસજેન્ડર છોકરી બની બ્યુટી ક્વીન, આ ખિતાબ જીતી રચી દીધો ઇતિહાસ- જુઓ Photos
Miss Universe Netherlands 2023: Rikkie Valerie Kolle એક ટ્રાન્સજેન્ડર મોડલ છે જેણે તાજેતરમાં જ મિસ નેધરલેન્ડ 2023નો ખિતાબ જીત્યો છે. આ બ્યુટી પેજન્ટની હાલમાં ફિનાલે યોજાઈ હતી. ખિતાબ જીત્યા બાદ રિક્કીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી લખ્યું- સમુદાયને ગર્વની અનુભૂતિ કરાવતી વખતે અને એ કહેતા કે આ પણ કરી શકાય છે. હા હું એક ટ્રાન્સ છું અને મારી કહાની દરેક સાથે શેર કરવા માંગુ છું હું રિક્કી છું અને આ બધું મારા માટે ઘણું અર્થપૂર્ણ છે. મેં તે મારી જાતે કર્યું અને આ ક્ષણ હંમેશા મારા માટે સૌથી ખાસ રહેશે.
ટ્રાન્સ બનીને ઈતિહાસ રચ્યો
Rikkie Valerie Kolle 22 વર્ષની છે અને તે 72મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે. એલ સેલ્વડોરમાં યોજાનારી આ સ્પર્ધામાં તે નેધરલેન્ડનું પ્રતિનિધિત્વ કરશે. રિક્કી ડચ-મોલોક્કન મોડલ અને એક્ટર છે. તે બીજી ટ્રાન્સજેન્ડર છે જે મિસ યુનિવર્સમાં ભાગ લેવા જઈ રહી છે. 2018માં સ્પેનની એન્જેલા પોન્સે ટ્રાન્સ હોવા છતાં મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
સેલ્વડોરમાં ટૂંક સમયમાં શરૂ થશે સમારોહ
એલ સેલ્વડોરના પ્રમુખે પોતે 72મી મિસ યુનિવર્સ માટે તેમના હોસ્ટિંગની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે “એલ સેલ્વડોર અપાર કુદરતી સૌંદર્ય ધરાવતો દેશ છે. અમારી પાસે શ્રેષ્ઠ સર્ફિંગ બીચ, અદભૂત જ્વાળામુખી અને વિશ્વની શ્રેષ્ઠ કોફી છે. એલ સેલ્વડોર બદલાઈ રહ્યું છે અને અમે ઈચ્છીએ છીએ કે તમે આવો અને તેની ભવ્યતા તમારા માટે અનુભવો.”
ભારત કરશે 71મી સૌંદર્ય સ્પર્ધાની યજમાની
ઉલ્લેખનીય છે કે, દેશ 1975 પછી બીજી વખત પ્રતિષ્ઠિત સ્પર્ધાનું આયોજન કરશે. ભારત 71મી સૌંદર્ય સ્પર્ધાની યજમાની કરશે. હરનાઝ સંધુએ છેલ્લી વખત આ તાજ પોતાના નામે કર્યો હતો. ત્યારે હવે ભારત બીજી વિશ્વ સુંદરતાની શોધમાં છે.
ટ્રાન્સજેન્ડર મહિલાએ બ્યુટી કોન્ટેસ્ટમાં ખિતાબ જીત્યો હોય એવું ઇતિહાસમાં પહેલીવાર બન્યુ
ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યુ કે એક ટ્રાન્સજેન્ડર મહિલાએ બ્યુટી કોન્ટેસ્ટમાં ખિતાબ જીત્યો હોય. રિક્કી જન્મથી જૈવિક રીતે પુરુષ હતો પણ તેણે જાહેર કર્યું કે તે મહિલાઓ માટે રોલ મોડલ બનવા માંગે છે. તેણે એ પણ જણાવ્યું હતું કે તે ભેદભાવ સામે લડશે અને હવે તેણે મિસ નેધરલેન્ડનો ખિતાબ જીતી ઇતિહાસ રચી દીધો છે.
View this post on Instagram