...
   

“જય શ્રી રામ”ના જયકારા સાથે દિલ્હીથી ઉપડી અયોધ્યાની પહેલી ફલાઇટ, વીડિયોએ જીત્યા દેશવાસીઓના દિલ, જુઓ

PM મોદીએ અયોધ્યા એરપોર્ટના ઉદ્ઘાટન બાદ દિલ્હીથી રવાના થયેલી પહેલી ફલાઇટ પેસેન્જરે કર્યા હનુમાન ચાલીસાના પાઠ, વીડિયો થયા વાયરલ, જુઓ

First Flight From Delhi To Ayodhya : 22 જાન્યુઆરીનો દિવસ આખા દેશ માટે એક ઐતિહાસિક દિવસ હશે. કારણ કે આ દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. એ પેહલા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન ગતરોજ કર્યું. ઉદઘાટન કર્યાના કલાકો પછી, અયોધ્યા એરપોર્ટ તેની પ્રથમ ફ્લાઇટને આવકારવા માટે તૈયાર છે. અયોધ્યા પહોંચવા માટે ઈન્ડિગોની ફ્લાઈટ દિલ્હીથી ટેકઓફ થઈ. ફ્લાઇટના કેપ્ટને ટેક ઓફ કરતા પહેલા એક ખાસ જાહેરાત કરી અને મુસાફરોનું સ્વાગત કર્યું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લાગ્યા જય શ્રી રામના નારા :

ફ્લાઈટ કેપ્ટન આશુતોષ શેખરે કહ્યું, “મારા માટે ગર્વની વાત છે કે ઈન્ડિગોએ મને આ મહત્વની ફ્લાઈટની કમાન સોંપી છે. તે ઈન્ડિગો અને અમારા માટે આનંદની વાત છે. અમે આશા રાખીએ છીએ કે તમારી સાથે સુરક્ષિત અને સ્વસ્થ પ્રવાસ હોય.” તેમણે મુસાફરોને તેમના કો-પાઈલટ અને કેબિન ઈન્ચાર્જનો પરિચય પણ આપ્યો અને કહ્યું કે મુસાફરોને હવામાન સંબંધિત અને ફ્લાઈટ સંબંધિત અપડેટ્સ વિશે માહિતગાર કરવામાં આવશે.

પેસેન્જરે કર્યા હનુમાન ચાલીસાના પાઠ :

ANI દ્વારા શેર કરાયેલા અન્ય એક વીડિયોમાં, લોકો અયોધ્યા ધામની યાત્રા દરમિયાન ફ્લાઈટમાં ‘હનુમાન ચાલીસા’નો પાઠ કરતા જોવા મળે છે. તે જ સમયે, એક વીડિયોમાં જોવા મળે છે કે જેવી ફ્લાઈટ ટેકઓફ માટે રનવે પર આગળ વધે છે, યાત્રીઓ તરફથી જય શ્રી રામના નારા ગુંજવા લાગે છે. ફ્લાઈટ ટેકઓફ થાય તે પહેલા એરપોર્ટ પર મુસાફરો અને સ્ટાફે કેક કાપી હતી. પ્લેનમાં ચડતી વખતે યાત્રીઓએ ભગવા ધ્વજ પણ ધારણ કર્યા હતા.

અત્યાધુનિક છે એરપોર્ટ :

અત્યાધુનિક નવા અયોધ્યા એરપોર્ટનો પ્રથમ તબક્કો ₹1,450 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો વિસ્તાર 6500 ચોરસ મીટર છે, જેમાં વાર્ષિક અંદાજે 10 લાખ મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા છે. ટર્મિનલનો આગળનો ભાગ રામ મંદિરના સ્થાપત્યને પ્રતિબિંબિત કરે છે. ટર્મિનલ બિલ્ડીંગનો આંતરિક ભાગ સ્થાનિક કલા, ચિત્રો અને ભગવાન રામના જીવનને દર્શાવતી અન્ય ચિત્રોથી શણગારવામાં આવ્યો છે. અયોધ્યા એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ પણ અનેક સુવિધાઓથી સજ્જ છે.

Niraj Patel