સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ, જુઓ વીડિયો, ફફડી ઉઠસો તમે પણ

બોલીવુડના સૌથી મશહૂર અભિનેતા સલમાન ખાનને ઘણી વખત જાનથી મારવાની ધમકી મળી ચૂકી છે. જેના કારણે સલમાન ખાનની સિક્યુરિટી ઘણી વાર વધારી દેવામાં આવી હતી. સિક્યુરિટીને નજરે ભાઈજાન સલમાન ખાન પણ પર્સનલ બોડી ગાર્ડ હંમેશા સાથે રાખે છે અને તેની સાથે મુંબઈ પોલીસના કર્મચારી પણ હોય છે. પરંતુ આજે સલમાન ખાન સંબંધિત એક મોટી ઘટના બની છે.

બોલીવુડના ભાઈજાન કહેવાતા સલમાન ખાનની ઘરની બહાર આજે અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. મુંબઈમાં સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર રવિવારે સવારે પાંચ વાગ્યે બે અજાણ્યા શખ્સોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાઈક પર આવેલા આ લોકો ફાયરિંગ કરીને ફરાર થઈ ચૂક્યા છે. ફાયરિંગના અવાજથી અફરા તફરી મચી ગઈ હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે તેમના ઘરની બહાર આજે રવિવારે વહેલી સવારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગને લઈને જે જાણકારી સામે આવી છે તે અનુસાર આ ઘટના સવારે 5:00 વાગ્યા આસપાસની છે. બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બાઈક પર આવેલા બે લોકોએ ત્રણથી ચાર ગ્રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

બંને માણસો બાઈક પર હેલ્મેટ પહેરીને સવાર હતા જેથી તેમની ઓળખ થઈ શકી નથી. આ ઘટનાના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી દબંગ ખાનના ફેન્સ તેના માટે ચિંતિત છે.

સોશિયલ મીડિયા પર લોકો સલમાન માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. સલમાનના જીવ પરનો આ ખતરો શાંત થઈ રહ્યો નથી. થોડા દિવસો સુધી બધું શાંત હતું પરંતુ આ ફાયરિંગ બાદ મામલો ફરી ગંભીર બની ગયો છે. સલમાનની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

YC