અમેરિકામાં સુરતના મોટેલ ધરાવતા પટેલ દંપતી પર ગોળીબાર થતા પત્નીનું કરૂણ મોત, બુલેટપ્રુફ કાચ પણ ન બચાવી શક્યો

છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં રહેતા ગુજરાતી લોકો પર વેપારની બાબતે હુમલો થવાના કે ચોરી અને લૂંટફાંટના કિસ્સાઓ બનતા જાણવા મળ્યા છે. એવામાં હાલમાં જ મૂળ સુરતના ભરથાણના રહેનારા દંપતી પર અમેરિકાના મેરીલેન્ડમાં ફાયરિંગ થયું હતું.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

મળેલી જાણકારીના આધારે મૂળ સુરતના દિલીપભાઈ પટેલ અને તેની પત્ની ઉષાબહેન પટેલ પોતાના બે દીકરાઓ કેયુર અને કેતૂલ સાથે છેલ્લા 20 વર્ષોથી અમેરિકાના મેરીલેન્ડમાં રહી રહ્યા છે.

Image Source

અહીં તેઓ મોટેલના બિઝનેસ સાથે સંકળાયેલા છે. અહીં તેઓની મોટેલમાં બુલેટપ્રુફ કાચ હતા છતાં પણ આરોપી હકીમ ઇવાન નામના વ્યક્તિએ નાના હોલમાંથી ફાયરિંગ કર્યું હતું, જેમાં ઉષાબહેનની છાતીમાં ગોળી વાગતા ઘટના સ્થળે જ નિધન થઇ ગયું હતું જ્યારે દિલીપભાઈને પગના ઘૂંટણમાં ગોળી વાગી હતી, જેને લીધે તેમનો જીવ બચી ગયો હતો અને હાલ તે સારવાર હેઠળ છે.

Image Source

જાણકારીના આધારે આ દંપતીની હોટેલમાં હકીમ નામના યુવકે એક રૂમ બુક કર્યો હતો. અને તે ઘણા સમયથી અહીં જ રહી રહ્યો હતો. શુક્રવારના દિવસે હકીમ તેના અમુક મિત્રોને લઈને આવ્યો હતો, જો કે ઉષાબહેને તેઓને આવવાની પરવાનગી આપી ન હતી જેને લીધે હકીમની ઉષાબહેન સાથે બોલાચાલી થઇ ગઈ હતી.

એવામાં ગુસ્સે ભરાતા હકીમે ફાયરિંગ કર્યું જેમાં પહેલી ગોળી ઉષાબહેનને વાગી અને બીજી ગોળી દિલીપભાઇને વાગી અને ત્રીજી ગોળી દીવાલમાં અથડાઈ હતી. ઉષાબહેનના નિધનના સમાચાર મળતા જ સુરતના તેમના ગામમાં પણ અરેરાટી મચી ગઈ છે.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

જો કે અમેરિકી પોલિસ દ્વારા હકીમની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉષાબહેનની અંતિમ વિધિ આવનારી દસ તારીખે અમેરિકામાં જ રાખવામાં આવી છે.દિલીપભાઈના ખાસ મિત્ર મોહનભાઇ પટેલ પણ પત્ની સાથે ઉષાબહેનના અંતિમ વિધિમાં જોડાવા માટે સુરતથી અમેરિકા જવા માટે રવાના થશે.જણાવી દઈએ કે દિલીપભાઈનું ભરથાણમાં પોતાનું મકાન પણ છે, જે હાલ બંધ છે.

Krishna Patel