લગ્ઝરી મસ્ટૈંગ કારની ડેકી પર રાખી ચલાવ્યા ફાયર ક્રેકર્સ સ્કાય શોર્ટ, પાછળ જઇ રહેલ વ્યક્તિનો પ્રાઇવેટ પાર્ટ સળગ્યો- જુઓ વીડિયો

લગ્ઝરી મસ્ટૈંગ કારની ડેકી પર રાખી ચલાવ્યા ફાયર ક્રેકર્સ સ્કાય શોર્ટ, પાછળ જઇ રહેલ વ્યક્તિનો પ્રાઇવેટ પાર્ટ સળગ્યો- જુઓ વીડિયો

પંજાબના મોહાલીમાં પોલિસના ધ્યાને એક વીડિયો આવ્યો, જેમાં ચાલતી લગ્ઝરી મસ્ટૈંગ કારને ડેકી પર સ્કાય શોટ ક્રેકર્સ રાખી ચલાવવામાં આવી રહ્યા હતા અને સોશિયલ મીડિયા પર હવાબાજી કરવા માટે રીલ બનાવવામાં આવી રહી હતી. પોલિસે આ મામલે પહેલા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ જમાનત યોગ્ય ધારા (હવામાં ફાયર અને લોકોની અવર-જવરમાં વિઘ્ન પેદા કરવા)ના આરોપમાં મામલો દાખલ કર્યો હતો. હવે પોલિસે કારના ચાલકની ધરપકડ કરી લીધી છે.

આરોપીની ઓળખ રવિત કપૂરના રૂપમાં થઇ છે, જે સેક્ટર 70ની પોશ સોસાયટીમાં હોમલેંડના ટાવર નંબર 4ના ફ્લેટ નંબર-81નો રહેવાસી છે. આ મામલે હવે નવો મોડ આવ્યો છે. એક વ્યક્તિએ આરોપી રવિત વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી છે કે જ્યારે તે સ્કાય શોટ સાથે મસ્ટૈંગ કાર ચલાવી રહ્યો હતો, ત્યારે તે તેની પાછળ ટૂ વ્હીલર પર આવી રહ્યો હતો. આ દરમિયાન સ્કાય શોટ તેના પર પડવાને કારણે કપડામાં આગ લાગી અને તેનો પ્રાઈવેટ પાર્ટ બળી ગયો.

જો કે, હવે આરોપી રવિત વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમ ​​308 હેઠળ કોઈના મૃત્યુનું કારણ બનવા માટે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીને મંગળવારે મોહાલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. રવિત કપૂર મોહાલીમાં ઈમિગ્રેશન જોબ ધરાવે છે અને તેના પિતા ચંદીગઢના સેક્ટર-19માં કપડાંનો શોરૂમ ધરાવે છે.

રવિત કપૂરે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેણે મેરેજ એનિવર્સરી પર પત્નીને પ્રભાવિત કરવા માટે આ વીડિયો બનાવ્યો હતો. સેક્ટર-69થી એરપોર્ટ તરફ જતી વખતે તેણે આ વીડિયો બનાવ્યો હતો. જણાવી દઈએ કે આ VIP નંબરની મસ્ટૈંગ કારનો ચાલક કાનૂન તોડતો રહે છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ગાડીના 14 ઓનલાઈન ચલણ ઈશ્યુ થઇ ચૂક્યા છે. આ વાહનને 2022માં કેરળમાં ઓવર સ્પીડિંગ માટે ચલણ જારી કરવામાં આવ્યું હતું, જ્યારે બાકીના 13 ચલણ ચંદીગઢમાં જારી કરવામાં આવ્યા હતા.

કાર ચાલકે એક જ દિવસમાં માત્ર 38 મિનિટના ગાળામાં ચંદીગઢમાં બે જગ્યાએ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો. કાર ચાલક પર ખતરનાક ડ્રાઇવિંગ અને રેડ લાઇટ જમ્પિંગ માટે 11 ચલણ છે, જ્યારે બે ચલણ ઝેબ્રા ક્રોસિંગના નિયમો તોડવા બદલ છે. આરોપી રવિતે તેની કાર દિલ્હીમાં કોઈને વેચી છે. ફેઝ-8 પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ કાર રીકવર કરવા માટે દિલ્હી જવા રવાના થઈ હતી અને ઓટો ચાલકની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.

Shah Jina