અમદાવાદમાં આ જગ્યાએ ફ્લેટમાં આગ લગતા 41 વાહનો બાળીને ખાખ થયા, માણસો જીવ બચાવવા ટેરેસ તરફ દોડ્યા, જુઓ તસવીરો

અમદાવાદના આ જુના એરિયામાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જુહાપુરામાં મેટ્રો મેન્સન ફ્લેટના બેસમેન્ટમાં અચાનક આગ લાગી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. થોડી વારમાં ફાયર વિભાગની ટીમે ફટાફટ આ સ્થળ પર પહોંચીને 200 લોકોનું રેસ્ક્યૂ કર્યુ છે. જો કે બેઝમેન્ટમાં રહેલા 40 વાહનો બળીને ખાખ થઇ ગયા છે.

આગની જાણ થતા જ ફ્લેટના રહીશોમાં બૂમાબૂમ થઇ ગઇ હતી. આ આગમાં 39 જેટલા ટુ-વ્હિલર અને 3 રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હોવાના અહેવાલ. જો કે, આગથી બચવા માટે લોકો ધાબે જતા રહ્યા હતા. ફાયર જવાનો દ્વારા 200 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયુ હતુ. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરાતા જ 9 જેટલી ગાડીઓ આવી પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, મોડીરાત્રે 3:30 વાગ્યા આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડને કોલ મળ્યો કે, ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલ મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં ભીષણ આગ લાગી છે.

આ પછી ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર સમેત ડેપ્યુટી ઓફિસર સહિતના ફાયરના અધિકારીઓ 9 જેટલી ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, જ્યારે ફાયરબ્રિગેડના જવાનો પહોંચ્યા ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.

ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી હતી. આગને કારણે સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી અને લોકો પોતાનો જીવ બચાવવા ધાબે ચઢી ગયા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ ચાલુ આગમાં ધાબે પહોંતી લોકોને સહી સલામત નીચે ઉતાર્યા હતા.

આ ભયાનક આગને લીધે લોકો ખૂબ ગભરાઇ ગયા હતા. આગનો ધુમાડો ફ્લેટના ઉપરના માળ સુધી ફેલાયો અને ધુમાડાથી લોકોની ગુંગળામણનો અનુભવ થવા લાગ્યો હતો. સૌથી વધુ બાળકોને હાલાકી થવા લાગી હતી. જો કે 200 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આગ લગતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી, બેસમેન્ટમાં ઘણા બધા વાહનો હતા. આ ઘટના શોર્ટ સર્કિટ થવાને કારણે થઈ હશે છે અને અત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

YC