હાલમાં થોડા દિવસ પહેલા જ રાજકોટના એક ગેમઝોનમાં આગ લાગી હતી, જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા, ત્યારે હવે વધુ એક આવો બનાવ બન્યો છે. દિલ્હીના કનોટ પ્લેસના એમ બ્લોકના મિસ્ટ્રી રૂમમાં રવિવારે બપોરે આગ લાગી હતી. માહિતી મળતા જ ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયરના જવાનોએ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
ગઇકાલ સુધી તો કોઈ જાનહાનિના સમાચાર નહોતા. પ્રાપ્ત માહિતી અનુસાર, એમ બ્લોકના મિસ્ટ્રી રૂમ નંબર 94માં રવિવારે બપોરે 3.21 કલાકે અચાનક આગ ફાટી નીકળી હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાની કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર વિભાગે સમયસર કાર્યવાહી કરી અને કર્મચારીઓએ સતર્કતા દાખવી આગને કાબુમાં લીધી હતી. આ પહેલા શનિવારે 3.30 વાગ્યે દિલ્હીના નરેલા સ્થિત એક ફેક્ટરીમાં આગ લાગી હતી.
આગને કારણે ફેક્ટરીમાં હાજર ત્રણ કામદારોના મોત થયા હતા અને 6 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. ફેક્ટરીમાં આગની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફેક્ટરીમાં હાજર કેટલાક લોકોને બચાવ્યા હતા.