Zomato ડિલિવરી કેસ / આ મહિલા ઉપર આભ તૂટી પડ્યું એવું મોટું પગલું ભરાયું, જાણો વિગત

માસુમ દેખાતા ડિલિવરી બોય પર ગંભીર આરોપ લગાવનાર આ મહિલા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…હવે બરોબરની ભરાઈ ગઈ, જાણો સમગ્ર મામલો

છેલ્લા દિવસોમાં બેંગલુરુમાં ઝોમેટો ડિલિવરીની જે ઘટના ઘટી હતી, તેમાં ડિલિવરી બોય કામરાજે સોમવારે સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યૂએંસર હિતેશા ચંદ્રાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવાઇ છે. હિતેશાએ થોડા સમય પહેલા જ ઇન્સ્ટગ્રામ પર અને ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે ઝોમેટો ડિલિવરી બોય પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.

ઈલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે આરોપી મહિલાએ ડિલીવરી બોયને ચપ્પલ વડે માર માર્યો હતો, અપશબ્દો કહ્યાં હતા અને બાદમાં તેની સામે ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી.

Image source

કામરાજનો પક્ષ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર જે લોકો મોડલ પર હુમલા માટે ઝોમેટો ડિલિવરી બોયની નિંદા કરી રહ્યા હતા, તેણે હવે કંપની પાસે સત્ય સામે લાવવાની માંગ કરી છે. ઘણા લોકોએ ડિલિવરી બોયના સમર્થનમાં પોસ્ટ લખી. એટલું જ નહીં બોલીવુડ સ્ટાર્સે પણ ડિલિવરી બોય સામે સહાનુભૂતિ દેખાડતા પોસ્ટ કરી અને કંપનીને અપીલ કરી કે તેને નોકરીમાંથી ન કાઢે.

Image source

કામરાજે કહ્યું કે, ટ્રાફિકને લીધે ડિલીવરી લેટ થવાના સંજોગોમાં મે પહેલા તેની માફી માંગી, પણ તે સતત મારી સાથે મોડા આવવા બદલ ઝઘડો કરતી રહી. યુવતીએ મને પૈસા આપવાનો પણ ઈન્કાર કર્યો તો મે ખાવાનું પાછું કરવા કહ્યું,

પણ તેણે ખાવાનું પાછુ આપ્યું નહીં. તે સમયે તેણે ચપ્પલથી મને મારવાનો પ્રયત્ન કર્યો. જ્યારે હું મારી જાતને બચાવવા જઈ રહ્યો હતો ત્યારે છોકરીને તેનો જ હાથ મોઢા પર લાગી ગયો અને રિંગને લીધે ઈજાગ્રસ્ત થઈ ગઈ. ડિલીવરી બોયનું આ નિવેદન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કામરાજનો પક્ષ લઈ રહ્યા છે. ​​​​​​​

આ મામલામાં ઝોમેટો ઈન્ડિયાએ શાંતિનું ઉદાહરણ રજૂ કર્યુ છે. કંપનીએ કહ્યુ કે, તે કામરાજને તત્કાલ કામથી સસ્પેન્ડ કરી રહ્યું છે, પરંતુ તે તેને પૈસા આપશે જેથી તેનો ખર્ચ નીકળે. કંપનીએ આ સાથે હિતેષાના સારવારનો ખર્ચ ઉઠાવવાની પણ વાત કરી છે. એટલું જ નહીં ઝોમેટોનું કહેવું છે કે તે પોતાના સ્તરે પણ મામલાની તપાસ કરી રહ્યું છે.

Shah Jina