પોલીસને કાયદાનું ભાન કરાવનાર મેહુલ બોઘરા પર આવી મુસીબત, જાણો સમગ્ર મામલો

ગઈકાલે બપોરે સુરતના એક્ટિવિસ્ટ અને Advocate મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો થયો હતો. સુરતમાં એડવોકેટએ બપોરે એક પોલીસ લખેલી ગાડીને અટકાવી હતી. જેમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર સામે વાંધો ઉઠાવ્યો હતો.

જેમાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો અને બંને પક્ષ સામે સામસામે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે. પોલીસ સહિત 6 લોકો સામે ગુનો દાખલ થયો છે. મેહુલ બોઘરા સહિત 15 લોકો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ થઇ છે.

આ મામલો એટલી હદે ગરમાયો હતો કે ત્યાં સ્થળ પર લોકોનું ટોળુ એકઠુ થયુ હતુ. મેહુલ બોઘરાએ લાઈવ વીડિયોમાં જણાવ્યું કે, ટ્રાફિક હેલ્પલાઇન પર કોલ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરી. ત્યારબાદ મેહુલ બોધરા અને પોલીસ કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને મેહુલ બોઘરાને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.

જ્યાં તેમના પર પોલીસની હાજરીમાં હુમલાનો પ્રયાસ થયો હતો. આ આખો મામલો પુણા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે.મેહુલ બોઘરાએ આ મામલે કહ્યું છે કે આ સિસ્ટમની નફ્ફટાઈ જોવો, પથ્થર લઈને મેહુલ બોઘરા પર તૂટી પડ્યા, લોકો બચવા આવ્યા તો એને પર પણ તૂટી પડ્યા.

આ ઘટનામાં બંને પક્ષો દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝપાઝપીમાં મેહુલ બોઘરાને પીઠના ભાગે ઈજા થઈ હતી. આ મામલે મેહુલ બોઘરા પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચતા પોલીસે મેહુલ બોઘરા જ્યારે સામા પક્ષે લોક રક્ષક ભલાભાઈ દેસાઈની ફરિયાદ લઈ રાયોટિંગ, મારા-મારી, તેમજ ધમકી આપવાનો ગુનો નોંધ્યો હતો…

બે વર્ષ પહેલા મેહુલ બોઘરા ત્યારે ચર્ચામાં આવ્યા જયારે તેમનો TRB જવાન સાથેનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં સાજન ભરવાડ નામના TRBજવાન મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. ત્યારે આ ઘટના આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બની હતી. તમને જણાવી દઈએ કે મેહુલ બોઘરાએ MS યુનિવર્સિટી, વડોદરામાંથી 2015-18 વચ્ચે કાયદાની ડિગ્રી મેળવી હતી. મેહુલ બોઘરાએ કોરોના સમયે રેમડેસિવીર ઈન્જેક્શનના યોગ્ય વેચાણનો મુદ્દો ઉઠાવ્યો હતો.

YC