રાજકોટ : ફિલ્ડ માર્શલ ગ્રુપના સ્થાપક પોપટભાઈ પટેલનું 86 વર્ષે થયુ અવસાન, અંતિમયાત્રામાં જોડાયા વિવિધ ક્ષેત્રના આગેવાનો

છેલ્લા ઘણા સમયથી ઘણી મોટી મોટી હસ્તિઓના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી એક દુખદ ખબર સામે આવી છે. રાજકોટમાં ઓઈલ એન્જિન ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર અને ફિલ્ડમાર્શલ ગ્રુપના પોપટભાઈ પટેલનું 86 વર્ષની વયે નિધન થયુ છે. તેમના નિધનથી પરિવાર સહિત અનેક લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે. આજ રોજ સવારના 8.30 વાગ્યા આસપાસ કમિશનર બંગલા રોડ પર આવેલા તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા નીકળી હતી.

આ દરમિયાન ઘણા ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો સહિત રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જણાવી દઇએ કે, તેઓ પહેલા ભારતીય હતા જે જાપાનમાં એક ઉદ્યોગપતિ તરીકે ગયા હતા. તેમણે વર્ષ 1963માં પી.એમ ડીઝલની સ્થાપના કરી હતી અને છેલ્લા સમય સુધી તેઓ ટેક્સ પેયર રહ્યા. તેઓએ 1997માં પોતાનો વ્યક્તિગત ઇન્કમટેક્સ ત્રણ કરોડ રૂપિયા ભર્યો હતો.

તેઓ હંમેશા દેશ પ્રત્યે વફાદાર રહ્યા છે.ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા હાયર ટેક્સ પેયર તરીકે સર્ટિફિકેટ આપી તેમનું સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.પોપટભાઈ પટેલ ફિલ્ડ માર્શલના સર્જક હતા. ડીઝલ એન્જિનની શરૂઆતથી લઈ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તેમજ ઘરઘંટીથી લઇ એર કુલર સહિતની વસ્તુઓ ફિલ્ડ માર્શલ દ્વારા બનાવવામાં આવી રહી છે. ફિલ્ડ માર્શલ દ્વારા હાલ મીની ટ્રેક્ટર પણ બનાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપ સાથે ટાયપ કર્યા બાદ યુવરાજ મીની ટ્રેક્ટરમાં પણ ફિલ્ડ માર્શલના જ બનાવેલા એન્જિન ફિટ કરવામાં આવે છે. પોપટભાઇ પટેલ એક ઉદ્યોગપતિ હોવાની સાથે સાથે સામાજિક ક્ષેત્રે પણ ઘણુ મોટું નામ ધરાવે છે અને તેમનું ઘણુ યોગદાન પણ છે. સીદસર ઊંઝા તેમજ ગાઠીલા ઉમિયા મંદિરના નિર્માણ કાર્યમાં તેઓનું મોટાપાયે યોગદાન રહેલું છે. તેઓ નિવૃત્તિ લીધા બાદથી બમણા ઉત્સાહ સાથે સમાજ સેવા કરતા હતા. તેમના જીવનકાળ દરમિયાન તેમણે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે.

Shah Jina