સિનર્જી હોસ્પિટલની યુવાન ડોક્ટરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, આખી મેટર સાંભળીને મગજ ઘુમવા લાગશે
Female Doctor Suicide Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા ઓછી ઉંમરના યુવાન યુવતીઓ અને બાળકો પણ કોઈને કોઈ કારણસર આપઘાત કરી લેતા હોય છે, મોટાભાગના આપઘાત પરીક્ષામાં નાપાસ થવાના ડરથી કે પારિવારિક અથવા તો પ્રેમ પ્રસંગોના કારણે થતા હોય છે. ત્યારે હાલ એક એવો જ મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે. જ્યાં એક મહિલા તબીબે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સિનર્જી હોસ્પિટલની અંદર છેલ્લા એક વર્ષથી ફરજ બજાવી રહેલા 25 વર્ષીય મહિલા તબીબ બિંદિયા બોખાણીએ પોતાના જ ઘરમાં ગળે ટુંપો ખાઈને પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. બિંદિયા હોસ્પિટલના ઓપીડી વિભાગ અને ઇમરજન્સી વિભાગમાં સેવાઓ આપી રહ્યા હતા.
બિંદિયા માધાપર ચોકડી પાસે આવેલા અતુલ્યમ એપાર્ટમેન્ટ આંગન 1માં રહેતા હતા. ત્યારે ગત રોજ તેમની માતાએ તેને ફોન કર્યો હતો, પરંતુ દીકરીએ ફોન ઉઠાવ્યો નહોતો, જેના કારણે બીન્દીયાની માતાએ તેના પિતાને વાત કરતા પાડોશીને દરવાજો ખીલીને તપાસ કરવા માટે જણાવ્યું. જયારે પાડોશીએ દરવાજો ખોલ્યો ત્યારે બિંદિયા ફાંસીના ફંદે લટકતી જોવા મળી હતી.
ત્યારે પરિવારને આની જાણ થતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. પોલીસ તપાસમાં મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેને આપઘાત કરવાના કારણે વિશે જણાવ્યું છે.
બિંદિયાએ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, “હું જીંદગીથી કંટાળી ગઈ છું, બધા ખુશ રહેજો, કોઈનો વાંક નથી.” તો બીજી તરફ પોસ્ટમોર્ટમ બાદ જયારે પરિવારજનો બિંદિયાની લાશ લઈને ઘરે ગયા ત્યારે બિંદિયાની લાશના બદલે અન્ય કોઈ મહિલાનો મૃતદેહ પરિવારને આપી દીધો હોવાની વાતને લઈને પણ હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો હતો. જેના બાદ પરિવાર જે મૃતદેહને દીકરીનો મૃતદેહ સમજી લઇ ગયા હતા તે લઈને પાછો આવ્યા પોતાની દીકરીની લાશ અંતિમ સંસ્કાર માટે ગામ લઇ ગયા હતા.