કેદીઓએ જેલની અંદર બોલાવી ડાંસર, પાર્ટીમાં આવીરીતે કરી મોજ, જયારે વીડિયો લીક થયો તો ઓફિસરના ઉડી ગયા હોંશ

જેલમાંથી દરરોજ કેદીઓના કારનામા બહાર આવતા રહે છે. ક્યારેક તેઓ જેલમાં સુરંગ ખોદી નાખે તેવી ખબર સામે આવતી હોય છે. પરંતુ હાલ તો જેલમાંથી જે કારનામુ બહાર આવ્યુ છે, તે સાંભળી તો તમે ચોંકી જ ઉઠશો. જેલની અંદર પુરૂષ કેદીઓનું મનોરંજન કરતી મહિલા ડાન્સર્સના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ જેલના અધિકારીઓ શરમમાં મુકાઈ ગયા હતા. આ 17-સેકન્ડ ફૂટેજ બ્રાઝિલના પરનામ્બુકોમાં ગોયાનાની જાહેર જેલમાં આયોજિત નાતાલના આગલા દિવસના પાર્ટીના છે.

પાર્ટીમાં બે યુવા મહિલા ડાંસર્સને આમંત્રિત કરવામાં આવી હતી, અને તેઓ કેદીઓ માટે સંગીત પર નાચતી અને નૃત્ય કરતી જોવા મળી હતી. આ ફૂટેજ કેદીઓએ પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કર્યા હતા અને તે જ રાત્રે લીક થઈ ગયા હતા, જે આગામી થોડા દિવસોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયા હતા. જેલની અંદર ચાલી રહેલા ડાન્સ પાર્ટના ફૂટેજથી ખળભળાટ મચી ગયો હતો, ત્યારબાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

પાર્ટીના ફૂટેજ અનેક ટ્વિટર એકાઉન્ટ્સ દ્વારા શેર કરવામાં આવ્યા હતા. બ્રાઝિલના ચેમ્બર ઓફ ડેપ્યુટીઝના સભ્ય તરીકે ચૂંટાયેલા અધિકારી કાર્લોસ જોર્ડીએ પણ વીડિયો શેર કર્યો છે. જોર્ડીએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘કેદીઓ અને મહિલાઓ સાથે પાર્ટી ચાલી રહી હતી. ત્યાં કોઈ સામાન્ય નૃત્ય થઈ રહ્યું ન હતું, તે બધું પરનામ્બુકોની જેલમાં થઈ રહ્યું હતું. કોણે રેકોર્ડ કર્યું? કેદીઓ જાતે. આપણી કાયદો વ્યવસ્થા એક મજાક છે!’

આ બાદ જેલના એક કર્મચારીને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો હતો અને સત્તાવાળાઓએ કથિત રીતે ત્રણ કેદીઓની બદલી કરી હતી. અધિકારીઓનું માનવું છે કે કેદીઓએ પાર્ટી માટે મહિલા ડાન્સરને આમંત્રણ આપ્યું હતું. જેલમાં 105 કેદીઓ છે, પરંતુ પાર્ટીમાં કેટલા લોકો સામેલ હતા તે જાણી શકાયું નથી. એક જાહેર ક્ષેત્રના કાર્યકર, જેની ઓળખ કેદીઓને પાર્ટીનું આયોજન કરવામાં મદદ કરવા તરીકે કરવામાં આવી હતી, તેને બરતરફ કરવામાં આવ્યો છે.

Shah Jina