“ધરતી પરથી જ ચાંદ દેખાય છે તો પછી ચાંદ પર જઈને પાપડ શું કામ વણવાના ?” ચંદ્રયાનને લઈને પાકિસ્તાની મંત્રીનું નિવેદન આવ્યું સામે, જુઓ વીડિયો

ચંદ્રયાનના લોન્ચિંગ પર પાકિસ્તાની મંત્રીનો વીડિયો થયો વાયરલ, ઉડી રહી છે મજાક,  બોલ્યા “ચંદ્ર ઘરે બેઠા દેખાય છે તો ચાંદ પર જવાની ક્યાં જરૂર ?” જુઓ વીડિયો

Fawad Chaudhry on Chandrayaan : થોડા દિવસ પહેલા જ ભારતે ચંદ્રયાન 3નું સફળતા પૂર્વક લોન્ચિંગ કરીને ઇતિહાસ રચી દીધો. ત્યારે તેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે.  ત્યારે હાલ પાડોશી દેશ પાકિસ્તાનનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીનો છે. 2019માં ચૌધરીએ પાકિસ્તાનની એક ચેનલની પેનલ પર કહ્યું કે શા માટે પાકિસ્તાનને ચંદ્રયાન જેવા મિશનની જરૂર નથી.

 વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ફવાદ ચૌધરીનો જૂનો વીડિયો :

ભારતના ચંદ્રયાન-3ના લોન્ચિંગ બાદ દુનિયાભરના મીડિયામાં તેની ચર્ચા થઈ રહી છે. આ બધા વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરીનો એક જૂનો વીડિયો ફરી વાયરલ થયો છે. ફવાદ ચૌધરી વર્ષ 2019માં ઈમરાન સરકારમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી હતા. ત્યારબાદ પાકિસ્તાની ચેનલ એઆરવાય ન્યૂઝ પર પેનલ ચર્ચામાં તેમણે કહ્યું કે વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયમાં અમારી પાસે દૃષ્ટિકોણ છે. અમારો મત એ છે કે આટલા પાપડ વણવાની જરૂર નથી.”

ચંદ્ર દેખાય છે તો ત્યાં જવાની શું જરૂર ? :

તે આગળ કહે છે કે ચંદ્ર જે પણ છે તે દેખાય છે. તેનું સ્થાન બરાબર જાણીતું છે. તેની ઉંચાઈ કેટલી હશે તે જાણી શકાય છે. ફવાદ ચૌધરીના જૂના નિવેદનનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો પર અલગ-અલગ લોકોએ ફની કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું છે કે પીઓકે પર પણ આ દૃષ્ટિકોણ રાખો. PoK ભારતનું છે, પાકિસ્તાન તેને જોઈ શકે છે. સ્થાન ભારત છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

લોકોએ ઉડાવી મજાક :

એક યુઝરે લખ્યું, પાકિસ્તાનના વૈજ્ઞાનિક જુઓ ભાઈ. અન્ય એક યુઝરે લખ્યું છે કે મને લાગે છે કે પાકિસ્તાનના સ્પેસ પ્રોગ્રામ માટે જે રાષ્ટ્રગીત બનાવવામાં આવશે તે ‘દેખો ચાંદ આયા’ જેવું હશે. તમને જણાવી દઈએ કે ISRO અને ભારતનું ડ્રીમ મૂન મિશન ચંદ્રયાન-3  શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 3 શ્રીહરિ કોટાથી બપોરે 2:35 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું અને લોન્ચિંગ પછી તે ચંદ્રની યાત્રા પર નીકળ્યું હતું. ચંદ્રયાન 3 પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તે 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે.

Niraj Patel