કોરોના સંક્ર્મણથી આ અભિનેત્રીની થઇ રહી છે ખરાબ હાલત, પોસ્ટ કરીને કહ્યું, ચૂસી લે છે… જુઓ

આમિર ખાનની અભિનેતીની થઇ ખરાબ હાલત, ચૂસી લે છે… જુઓ

કોરોનાનું સંક્ર્મણ આખી દુનિયાની અંદર ફેલાઈ ગયું છે ત્યારે સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પણ હવે આની ચપેટમાં આવી ગયા છે. બોલીવુડના ઘણા કલાકારો પણ કોરોના સંક્ર્મણનો શિકાર બની ગયા છે ત્યારે હાલમાં દંગલ ગર્લ ફાતિમા સના શેખ પણ કોરોના સંક્રમિત છે.

થોડા દિવસ પહેલા જ ફાતિમા સના શેખ કોરોના સંક્રમિત આવી હતી, જેના બાદ તેને પોતાને પોતાના જ ઘરમાં હોમ ક્વોરેન્ટાઇન કરી છે. તે બધા જ નિયમોનું પાલન પણ કરી રહી છે ત્યારે આ બધા વચ્ચે જ કોરોનાથી થતી પીડા અંગે ફાતિમાએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

ફાતિમાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી ઉપર તસ્વીર શેર કરવાની સાથે કોરોના મહામારીથી લડવાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેને જણાવ્યું છે કે તે દુઃખમાં છે. ફાતિમાએ શેર કરેલી તસ્વીરની અંદર તે બેડમાં સૂતી નજર આવી રહી છે અને ઉદાસ પણ જોવા મળી રહી છે.

આ સાથે જ તેને પોસ્ટમાં લખ્યું છે કે તેની સુંઘવા અને સ્વાદ લેવાની ક્ષમતા પણ ખતમ થઇ ચુકી છે. ફાતિમા લખે છે કે “કોવિડ બકવાસ છે. મારી સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા ખોવાઈ ગઈ છે. શરીરમાં ભયાનક દર્દ છે.”

ફાતિમા સના શેખ દ્વારા 29 માર્ચના રોજ જણાવામાં આવ્યું હતું કે તે કોરોના સંક્રમિત થઇ છે. તેને પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે “મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં બધી જ સાવધાનીઓ અને પ્રોટોકોલનું પાલન કરી રહી છું અને ઘરે જ ક્વોરેન્ટાઇન છું. તમારી ચિંતાઓ અને પ્રાર્થનાઓ માટે આભાર. સુરક્ષિત રહો મિત્રો.”

કોરોના થયા પહેલા ફાતિમા અભિનેતા અનિલ કપૂર સાથે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. હાલમાં જ અનિલ કપૂરે ફાતિમાના ઘરે ઘરનું જમવાનું પણ મોકલ્યું હતું. જેની તસ્વીર પણ ફાતિમાએ શેર કરી હતી. અનિલ કપૂર પોતાની કો સ્ટારનું ખુબ જ ધ્યાન રાખી રહ્યા છે.

Niraj Patel