પોતાની જ સગાઈમાં દુલ્હાએ કર્યુ થનારી ભાવિ પત્ની સાથે આવું કામ, જોઈને પિતાએ દીકરાને લગાવી ટાપલી, જુઓ વીડિયો

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો જોવા મળી જતા હોય છે. જેમાના અમુક ફની, અમુક પ્રેરણાત્મક તો અમુક હેરાન કરી દેનારા હોય છે. જ્યારે અમુક વીડિયો તો એવા વિચિત્ર હોય છે કે તેના પર વિશ્વાસ કરવો જ અશક્ય બની જાય છે. હંમેશા યુવતી પોતાના થનારા ભાવિ પતિને પગે લાગે છે પણ જો તમને સાંભળવા મળે કે યુવક પોતાની થનારી પત્નીને પગે લાગ્યો તો એ જાણીને તમને નવાઈ ચોક્કસ લાગશે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે અને ખુબ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર લગ્ન કે સગાઈના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જે ખુબ જ ફની હોય છે. એવામાં આ વીડિયોમાં એક યુવક પોતાની થનારી પત્ની સાથે એવી હરકત કરી બેસે છે કે ત્યાં હાજર લોકો હસવા લાગે છે અને તેના પિતા તેને પ્રેમથી થપ્પડ પણ મારી દે છે.સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર ખુબ ફની કમેન્ટ્સ કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી પોતાની સગાઈના દિવસે યુવકને વીંટી પહેરાવે છે અને પગે લાગે છે. જેના પછી યુવક પણ સામે પોતાની થનારી પત્નીને વીંટી પહેરાવે છે અને આગળ વધીને તેને પગે લાગે છે. આ જોતા ત્યાં હાજર દરેક લોકો ખડખડાટ હસવા લાગે છે. એવામાં યુવક પણ શરમાઇ જાય છે અને યુવતી પણ પોતાના પતિના આવા કારનામા પર હસવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Mohan.Kushwaha (@mohan_kushwaha_8555)

વીડિયોને mohan_kushawha_8555 નામના ઇન્સ્ટા પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે.લોકો આ વીડિયો ખુબ મજાથી જોઈ રહ્યા છે અને રમુજી કમેન્ટ કરી રહ્યા છે કેમ કે ભારતીય સમાજમાં આવું જોવા નથી મળતું કે એક યુવક યુવતીને પગે લાગ્યો હોય.અમુક લોકો યુવકને શર્મીલો અને સીધો સાદો જણાવી રહ્યા છે જ્યારે અમુક લોકો યુવકની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે યુવકની પ્રશંસા કરતા લખ્યું કે,”આવા છોકરાઓ ભાગ્યે જ જોવા મળે છે, જે પોતાની પત્નીને સમાન હક આપે છે”. વીડિયોને અત્યાર સુધીમાં લાખો વાર જોવામાં આવી ચુક્યો છે અને હજારો લાઇક્સ પણ મળી ચુકી છે.

Krishna Patel