પપ્પાએ પોતાના નાના દીકરાને હવામાં છેક અધ્ધર સુધી ઉછાળ્યો, વીડિયો જોઈને તમારા મોઢામાંથી પણ ચીસ નીકળી જશે, જુઓ પછી શું થયું ?

જાહેરમાં જ પપ્પાએ દીકરા સાથે કર્યા દિલધડક સ્ટન્ટ, જોઈને લોકોના શ્વાસ પણ થઇ ગયા અઘ્ધર, વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણી એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને તમે પણ હક્કાબક્કા રહી જાઓ. ઘણા લોકો આ દરમિયાન પોતાનું ટેલેન્ટ પણ બતાવતા હોય છે તો કોઈ સ્ટન્ટ પણ બતાવતા હોય છે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે તમારા પણ હોશ ઉડાવી દેશે.

દરેક માતા પિતા પોતાના સંતાનોને ખુબ જ પ્રેમ કરતા હોય છે. તેમના માથે ઉની આંચ પણ નથી આવવા દેતા. તેમને ખુબ જ લાડ પ્રેમથી મોટા કરતા હોય છે, ત્યારે હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં પણ એક પિતા પોતાના દીકરાને લાડ પ્રેમ કરાવતા જ જોવા મળી રહ્યા છે, પરંતુ આ માટે તે એવું કામ કરે છે જેને જોઈને તમારા હોશ પણ ચોક્કસ ઉડી જશે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પિતા તેના બાળકને લઈને ઉભો છે અને પછી તે પોતાના નાના બાળકને હવામાં છેક ઊંચે સુધી ઉછાળે છે અને પછી બાળક હવામાં નીચે આવતા જ તેને કુશળતા પૂર્વક કેચ પણ કરી લે છે. આ ઉપરાંત તે બાળકને એક હાથમાં અઘ્ધર ઉભું રાખે છે અને પછી હાથમાંથી જ નીચે તરફ પણ લટકાવે છે.

આ પિતા પોતાના દીકરા સાથે અલગ અલગ સ્ટન્ટ પણ કરે છે, જે હોશ ઉડાવી દેનારા છે, પરંતુ બાપ અને દીકરો બંને ખુબ જ ખુશ જોવા મળે છે. છેલ્લે દીકરો પોતાના પિતાને ભેટી પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, સાથે જ ઘણા લોકો તેમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે આવા સ્ટન્ટ ના કરવા જોઈએ,. તો ઘણા લોકોને પિતાનો પ્રેમ ખુબ જ પસંદ આવી રહ્યો છે. જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

Niraj Patel