જેગુઆરનો માલિક આવી ચૂક્યો છે CBIના સાણસામાં: 400 કરોડની ઠગાઈ વિશે થયો મોટો ખુલાસો

The Father Of Tathya Patel Is Accused Of Gang rape : ગતરોજ અમદાવાદમાં ઘટેલા ગોઝારા અસ્કામત બાદ એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. 10 લોકોને મોતને ઘાટ ઉતારી દેનારા તથ્ય પટેલના પિતા પણ કોઈ સામાન્ય માણસ નથી અને તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ ગોતાના કુખ્યાત છે અને ગેંગ રેપ સહિતના ઘણા આરોપોમાં પણ તે સંડોવાઈ ચૂકેલા છે. ત્યારે જે કારથી 10 લોકોનો ભોગ લેવાયો એ જેગુઆર કાર પણ અન્ય વ્યક્તિના નામ પર રજીસ્ટ્રેશન થયેલી હોવાનું પણ સામે આવ્યું છે અને એ વ્યક્તિનો પણ મોટો ગુનાહિત ઇતિહાસ છે.

(અકસ્માત સર્જનાર તથ્ય પટેલ)

GJ01WK0093 નંબરની આ લક્ઝુરિયસ જેગુઆર કાર ક્રિશ વરિયાના નામે રજીસ્ટર થયેલી અને તે કારનો મૂળ માલિક અને કાર ચલાવી રહેલા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ અને હિમાંશુ વરિયાનો ભાગીદાર હોવાનું સામે આવ્યું છે.  હિમાંશુ વરિયા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેના વિરુદ્ધ CBI 450 કરોડની ઠગાઈના મામલે તપાસ પણ કરી રહી છે.  હિમાંશુએ બેકમાંથી ક્રેડીટ, ઓવરડ્રાફ્ટથી લઈને અનેક ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જે અંગે સીબીઆઈ તપાસ કરી રહી છે.

(તથ્યના પિતા અને ગેંગરેપના આરોપી પ્રજ્ઞેશ પટેલ)

હિમાંશુ વરિયાએ બેંકો સાથે 400 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે સાથે જ તેને સરકારી કર્મચારીઓની મદદથી દસ્તાવેજોમાં પણ છેડછાડ કરીને ઠગાઈ આચરી હતી, ત્યારે હિમાંશુ દ્વારા આ કરોડોની ઠગાઈના મામલામાં CBI દ્વારા તેના 9 સ્થળોએ દરોડા પણ પાડવામાં આવ્યા હતા. અમદાવાદમાં આવેલ વરિયા એન્જીન્યરીંગ સામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેના બાદ CBI દ્વારા આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો.

(પ્રજ્ઞેશ પટેલનો બિઝનેસ પાર્ટનર હિમાંશુ વરિયા)

હિમાંશુ વરિયાએ 500 કરોડનું દેવું થઇ જતા આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. તો તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનો પણ ગગુનાહિત ઇતિહાસ ઓછો નથી, તે પોતે પણ ગેંગરેપ અને ફાયનાન્સિયલ ફ્રોડના આરોપમાં જેલના સળિયા ગણી ચુક્યો છે. વર્ષ 2020માં 3 નવેમ્બરના રોજ રાજકોટની એક યુવતીએ 4 નરાધમો વિરુદ્ધ નોકરીની લાલચ આપી તેની સાથે ગેંગરેપ કરવાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ ઉપરાંત જીતેન્દ્ર ગોસ્વામી, માલદેવ ભરવાડ, જૈમિન પટેલ સામેલ હતા.

Niraj Patel