વડોદરામાં સસરાએ પાર કરી વહુ સાથે મર્યાદા ! 3 વર્ષથી અડપલા કરતા અને વહુના કપડા સૂંઘીને…

ગુજરાતમાંથી અવાર નવાર સંબંધોને શર્મશાર કરતા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર સાસુ અને જમાઇના સંબંધો લજવાય છે તો ઘણીવાર સસરા અને પુત્રવધુના સંબંધો લજવાય છે. ઘણીવાર તો જીજા-સાળીના લવ અફેરના પણ ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ હાલમાં વડોદરામાંથી જે કિસ્સો સામે આવ્યો છે તે થોડો વિચિત્ર છે. આમાં બન્યુ એવું કે, સસરા પુત્રવધૂના જે ધોયેલા કપડા હોય તેને સૂંધ્યા કરતા હતા. આ સાથે તે વહુને અડપલાં પણ કરતા અને ગંદી હરકતો પણ કરતા હતા. જેથી મહિલાએ અભયમની ટીમને આ અંગેની જાણ કરી અને મદદ માંગી હતી.

પ્રતિકાત્મક તસવીર

જોકે, આ અંગેની જાણ પરિવારના અન્ય સભ્યોને થતાં તેઓને પણ આઘાત લાગ્યો હતો. અભયમની ટીમને પુત્રવધૂએ જણાવ્યું કે છેલ્લાં ત્રણેક વર્ષથી તેના સસરા કોઈ બહાને અડપલાં કરતા અને જો કોઇ ઘરમાં ન હોય તો તેના રૂમ આગળ ફર્યા કરતા. આ ઉપરાંત રસોડામાં જમવાનું તે બનાવે તો તેની સામે બેસીને જોયા કરતા. આ રીતે માનસિક અને હેરાન પરણિતાના સસરા કરતા હતા. પરણિતાએ કહ્યુ કે, જયારે તેણે પોતાનાં કપડાં ધોઈને સૂકવ્યાં હોય તો એ લઈને સૂંઘ્યા કરતા અને બેસી રહેતા.

પરિવારના સભ્યો પણ તેમની આવી હરકતોથી ડઘાઈ ગયા હતા અને તેમને ઠપકો પણ આપ્યો હતો.વડોદરાના ગોત્રી વિસ્તારના સંયુક્ત પરિવારમાં રહેતી પરિણીતાએ સસરાની હેરાનગતિને કારણે  મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને મદદ માંગી હતી. ઉલ્લેખનીય છે કે, જયારે તેમના ઘરે પૂજા રાખવામાં આવી હતી ત્યારે મહેમાનોની સામે પણ સસરા વહુને અડક્યા કરતા હતા.

પ્રતિકાત્મક તસવીર

જેથી મહિલા ગભરાઇ ગઇ અને મહિલા હેલ્પલાઇનને ફોન કરીને મદદ માંગી હતી. જે બાદ અભયમની ટીમ આવીને મહિલાની સમસ્યાને સાંભળી હતી. જો કે, સસરાએ અભયમની ટીમે સસરાને સમજાવ્યા હતા અને તેમને પોતાની ભૂલ પણ સમજાઇ હતી. જે બાદ તેમણે માફી પણ માંગી હતી. અભયમની ટીમે મનોજચિકિસ્તક પાસે જઇ સસરાનું કાઉન્સિલિંગ કરવા જણાવ્યુ હતુ.

Shah Jina