ચોટીલામાં કોલસી ભરેલું ડમ્પર કાર પર ચઢી ગયું, કારમાં સવાર જમાઈ અને સસરાનું દુઃખદ મોત, કાળજું કંપાવી દેનારી તસવીરો આવી સામે…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઘણા લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે હાલ એવો જ એક અકસ્માત સામે આવ્યો છે રાજકોટ અમદાવાદ હાઇવે પરથી. જ્યાં ચોટીલા સાયલા વચ્ચે આવેલા વણકીના પાટિયા પાસે એક કોલસી ભરેલું ડમ્પર એક કાર પર ચઢી ગયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં સસરા અને જમાઈના મોત નિપજ્યા હતા જયારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે વિશાળ ડમ્પર કારની ઉપર પડતા જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેના બાદ ક્રેઈનની મદદ દ્વારા કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે રસ્તા પર પણ ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. અકસ્માતનો ભોગ બનેલો આ પરિવાર મૂળ જામનગરનો હતો અને તે નડિયાદ કોઈ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યો હતો.

હસી ખુશીથી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા આ પરિવારને વણકી ગામના પાટિયા પાસે જ ગમખ્વાર અકસ્માત નડ્યો, જેમાં કાર પર આખું ડમ્પર ચઢી ગયું હતું. જેના બાદ ક્રેન દ્વારા કારની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કારમાં કુલ ચાર લોકો સવાર હતા. તેમાંથી એક મહિલા અને એક બાળકને બહાર કાઢીને સારવાર માટે ચોટીલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

ત્યારે કારમાં સવાર સસરા અને જમાઈનું મોત થયું થયુ. અકસ્માતને લઈને મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનાને લઈને ચોટીલા પોલીસ દ્વારા ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. તેમજ રોડ પર ટ્રાફિક ખુલ્લો કરી વાહનોની અવર જ્વર શરૂ કરી હતી.

Niraj Patel