આંધળા પ્રેમમાં આ દીકરીએ કરી નાખ્યો મોટો કાંડ, પિતાએ હાર્ટ સર્જરી માટે ભેગા કરેલા રૂપિયા લઈને પ્રેમી સાથે થઇ ગઈ ફરાર ?

ઘોર કળયુગ…પિતાએ હાર્ટ ઓપરેશન માટે પાઈ પાઈ ભેગી કરી, દેવું કર્યું, પરંતુ પ્રેમમાં પાગલ દીકરી કરી ગઈ કાંડ- જુઓ

એવું કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને આ આંધળા પ્રેમ આવીને ઘણા પ્રેમીઓ પોતાનું ભાન પણ ભૂલી જતા હોય છે અને ઘણીવાર એવા કામ પણ કરી બેસે છે જેના કારણે તેમની સાથે આખો પરિવાર પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે પણ હેરાન રહી જશો.

આ મામલો સામે આવ્યો છે રાજસ્થાનના પાલીમાંથી. જ્યાં દીકરી અને ઘરવાળાનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. આ વિવાદ લગ્ન સાથે જોડાયેલો છે. જેમાં યુવતી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ ઉપર અડેલી છે. તો તેના ઘરવાળા તેના લગ્ન ક્યાંક બીજે કરાવવા ઈચ્છે છે. જે દરમિયાન જ 11 ઓગસ્ટના રોજ યુવતી હોસ્પિટલ જવાનું કહીને તેના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ.

જેના બાદ 15 ઓગસ્ટ રવિવારના રોજ યુવતી તખતગઢ પોલીસ સ્ટેશન પહોંચી હતી. યુવતીએ જણાવ્યું હતું કે તેને કોર્ટ મેરેજ કરી લીધા છે. અને હવે તે તેના પ્રેમી સાથે જ રહેશે. આ બધા વછજે પોલીસ સ્ટેશનમાં આવેલા યુવતીના પરિવારજનો સાથે 3 લાખ રૂપિયાને લઈએં માથાકૂટ પણ થઇ ગઈ હતી. ઘરવાળાએ દીકરી ઉપર આરોપ લગાવ્યો છે કે તેને તેના પિતાના ઓપરેશન માટે રાખી મુકેલા પૈસા લઈને ફરાર થઇ ગઈ છે

જયારે હવે આ બાબતે યુવતીનું કહેવું છે  કે તે ઘરેથી ફક્ત 500 રૂપિયા અને અઢાર કાર્ટ અને પોતાની બીમારીની ચિઠ્ઠી ઉપરાંત કઈ નથી લાવી. આ બાબતે મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે 20 વર્ષીય યુવતી અને તેનો પ્રેમી હિરેશ ઘાંચી 11 ઓગસ્ટના રોજ એક પ્રાઇવેટ બસમાં શીવગંજ પહોંચ્યા. ત્યાંથી ગાડી ભાડે કરી અને અમદાવાદ ગયા. ત્યાંથી ટ્રેનમાં તે મુંબઈ ગયા. જ્યાં બોરીવલી વિસ્તારમાં એક હોટલ ભાડે રાખી રહ્યા અને કોર્ટ મેરેજ કરી લીધા. જેના બાદ રવિવારે તે તખતગઢ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા.

આ વાતની સૂચના મળવા ઉપર પરિવારજનો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં પૈસાને લઈને માથાકૂટ થઇ ગઈ. પિતા એ વાત ઉપર દટ્યા રહ્યા કે પૈસા તેમની દીકરીએ જ લીધા છે. જયારે દીકરીનું કહેવું છે કે તે પૈસા લઈને નથી ગઈ. પોલીસે આ મામલો શાંત કરાવ્યો અને યુવતીને તેના પ્રેમી સાથે મોકલી. હવે પોલીસ ઘરમાંથી ગાયબ થેયલા 3 લાખ 15 હજાર શોધી રહી છે.

Niraj Patel