...
   

એક પિતાએ દીકરાની દવા લાવવા માટે ચલાવી 300 કિમી સાયકલ, વ્યક્તિનો જુસ્સો જોઇને લોકો છે હેરાન

લોકડાઉન જયારે ગયા વર્ષે થયુ હતુ ત્યારે ઘણા પ્રવાસી મજૂરોની એવી કહાનીઓ સામે આવી હતી કે જેને જોઇ લોકો શોક્ડ થઇ ગયા હતા. તેમના પગોમાં ઇજાની તસવીરોએ તો દુનિયાની આંખો નમ કરી દીધી હતી. અહીં સુધી કે એક દીકરી તો તેના પિતાને 1200 કિમી દૂર ગામ સાયકલથી લઇ ગઇ હતી. આ વખતે બીજી લહેરમાં કેટલીક એવી ખબરો સામે આવી. હવે એક મજૂર પિતાએ તેના બીમાર દીકરાની દવા લાવવા માટે લોકડાઉન દરમિયાન 300 કિમી દૂર ગયા અને તે પણ સાયકલથી…

મૈસૂર જિલ્લા પાસે ટી.નરસીપુરા તાલુકાના કોપ્પલુ ગામના રહેવાસી 45 વર્ષિય આનંદ એક મજૂર છે. તેમનો દીકરો બીમાર રહે છે. તેની સારવાર બેંગલુરુના નિમહંસ હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમનું કહેવુ છે કે, ડોક્ટર્સે કહ્યુ કે, તેમના દીકરાને 18 વર્ષ સુધી દવા ખાવાની છે. તે બાદ તેના ઠીક થવાની સંભાવના છે. આ દવા લેવવા માટે તેઓ સાયકલથી બેંગલુરુ ગયા.

તેમનો દીકરો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે. બાળકની સારવાર નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ મેંટલ હેલ્થ એન્ડ ન્યુરો સાઇંસેસ બેંગ્લોરમાં છેલ્લા 10 વર્ષથી થઇ રહ્યો છે. કોરોના સંકટ વચ્ચે ચાલી રહેલ લોકડાઉને તેમંની મુસીબત વધારી દીધી અને દવા લેવા માટે તેઓએ 300 કિમીનું અંતર કાપ્યુ. તેઓ 23મેના રોજ નીકળ્યા અને 26 મેએ દવાઓ સાથે પાછા આવી ગયા.

Shah Jina