રૂપિયા મારી પત્નીને કદાપી ન આપતા’, સુસાઇટ નોટ લખી આરોગ્યકર્મી 2 સંતાનો સાથે કેનાલમાં પડ્યો, ત્રણેયના મોત
ગુજરાતમાંથી આપઘાતના ઘણા મામલા સામે આવ્યા છે. કેટલીકવાર આવા મામલામાં પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ, શારીરિક કે માનસિક ત્રાસ કારણ હોય છે. ત્યારે હાલમાં આપઘાતની કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં પત્ની અને સાસરીવાળાના ત્રાસથી તંગ આવી આરોગ્યકર્મીએ કેનાલમાં જંપલાવી આપઘાત કરી લીધો. આ વ્યક્તિનો બહીયલ નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, તેણે પોતાના બે ફૂલ જેવા સંતાનો સાથે કેનાલમાં પડતું મૂક્યુ હતુ. ઘટનાને લઇને પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે. (તમામ તસવીરો સૌજન્ય : વીટીવી ન્યુઝ)
અમદાવાદના રખીયાલમાં રહેતા અને કડજોદરા પીએચસીમાં નોકરી કરતા પ્રાંતિજના વ્યક્તિએ ફૂલ જેવા બે સંતાનો સાથે દહેગામના બહિયલ પાસેથી પસાર થતી કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યુ હતુ. આરોગ્યકર્મીએ આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી અને તેમાં તેણે પત્ની અને સાસરિયાઓના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે હવે આના આધારે પોલીસે પત્ની અને સાસરીયાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકે સુસાઇડ નોટમાં લખ્યું કે સોરી મમ્મી, પપ્પા, ભાઈ અને બહેન હું આજે તમારાથી સદાયને માટે દૂર થઈ રહ્યો છું. આ ચિઠ્ઠી વાંચીને તમને ખૂબ જ દુઃખ થશે પણ હું શું કરું ? તે આગળ લખે છે કે પત્ની રાધિકા, સાસુ સુખીબેન અને સાળા અલ્પેશ સિંહના ત્રાસથી મારે આવું કરવું પડી રહ્યુ છે.
મારી પત્ની ઘરમાં રાત-દિવસ સતત ઝઘડા કર્યા કરે છે અને જે કામ સ્ત્રીઓ કરે એ મારી જોડે કરાવે છે. મારી પત્નીએ મને મારું ગામ છોડાવ્યું, માતા-પિતા, ભાઈ અને બહેન પણ છોડાવ્યા, કુટુંબ છોડાવ્યું તો પણ એ તો ઠીક હું છોડી દઉં પણ તેમ છતાંય તે ઝઘડા કરતી અને મારા ઘરમાં કોઈ બીજા મારા સંબંધી આવે તો પણ ઝઘડતી. તેણે આગળ એવું પણ લખ્યુ હતુ કે, એ લોકોએ મને એટલો ત્રાસ આપ્યો કે હું કેટલું લખું.
બધું લખવા જઇશ તો પાનાના પાના ભરાઈ જશે. તેણે તેના માતા-પિતાને ઉલ્લેખની લખ્યુ- સોરી મમ્મી, પપ્પા, ભાઈ અને બહેન તથા કુટુંબીજનો અને ગ્રામજનો મિત્ર સગા સંબંધીઓ. બાપ… બાપ… બાપ…બાપ….બાપ..મારા માતા પિતાને છેલ્લા પ્રણામ અને હા પાછો મારો સારો બધાને ફોનમાં એમ પણ કહે છે કે હું ભુવો જોરદાર છું અને કોઈ પણ રીતે ઉડાડી દઈશ જીવતો તો નહીં જ છોડુ.