ગુજરાતમાંથી સામે આવ્યા બિપરજોય વાવાઝોડાના ધ્રુજાવી દેનારા દૃશ્યો, ભારે વરસાદના કારણે બાપ-દીકરો તણાયા, 20 બકરાના પણ મોત, જુઓ તસવીરો

બિપરજોયે વરસાવ્યો કાળો કહેર… બાપ દીકરા સાથે 20 બકરાનો લીધો ભોગ, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારી તસવીરો

Father And Son Drowning In Water : ગુજરાત માથે હાલ બિપરજોય વાવાઝોડાનું સંકટ ઘેરું બન્યું છે. ગઈકાલે સાંજે આ વાવાઝોડું કચ્છના જખૌ બંદર પર ટકરાયું જેના બાદ આસપાસના વિસ્તારોમાંથી ઘણી ભયાનક ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને ગુજરાતના દરિયા કિનારે અડીને આવેલા વિસ્તારોની હાલત ખુબ જ કફોળી બની ગઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં લેન્ડ ફોલની પ્રક્રિયા પણ શરૂ થઇ ગઈ છે.

ત્યારે આ વાવાઝોડું હવે વિનાશ પણ વેરી રહ્યું છે. ભારે પવન અને વરસાદના કારણે કેટલાય મકાનોના પતરા પણ ઉડી રહ્યા છે, તો ઝાડવા પણ પડી રહ્યા છે. ત્યારે આ દરમિયાન એક હચમચાવી દેનારી ઘટના ભાવનગરમાંથી પણ સામે આવી છે. જ્યાં ધોધમાર વરસાદના કારણે એક બાપ અને દીકરો બકરા ચરાવવા માટે ગયા હતા, જ્યાં બકરા પાણીમાં તણાઈ જતા તેને બચાવવા જતા બાપ અને દીકરો બંને પણ તણાઈ ગયા હતા.

આ ગમખ્વાર ઘટનામાં બાપ દીકરા સમેત 20 બકરા પણ મોતને ભેટતા કરુણતા સર્જાઈ હતી. ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડની ટિમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં તણાઈ ગયેલા બાપ દીકરા સાથે બકરાઓને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના ભાવનગર નજીક આવેલ સોડવદરા ગમે બની હતી.

જ્યાં રહેતા રામજીભાઈ પરમાર અને તેમનો દીકરો રાકેશ સાંજના સમયે બકરા ચરાવીને ગામમાં પરત આવી રહ્યા હતા. આ દરમિયાન નદી પાર કરવા જતા બકરા નદીના પુરમાં તણાઈ ગયા હતા, જેથી આ બકરાને બચાવવા બાપ અને દીકરો બંને અંદર કૂદી પડ્યા હતા. પરંતુ તે બંનેનું પણ તેમાં મોત થયું હતું. હાલ પોલીસે પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

ત્યારે આ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતની અંદર વર્તાઈ રહી છે. ભુજના મોટાભાગના શહેરોમાં વીજળી પણ ગુલ થઇ ગઈ છે, તો ખેડા જિલ્લાના ડભાણમાં રસ્તા પર એક ઘટાદાર વૃક્ષ ધરાશયી થતા જ રીક્ષા પર પડ્યું હતું, જેના કારણે બે લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા છે. આ ઉપરાંત ઓખા બંદરે રાખવામાં આવેલા કોલસાના ઢગલામાં પણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.

Niraj Patel