ફેશનેબલ દેખાવવાના ચક્કરમાં કર્યુ એવું કામ કે ફુગ્ગાની જેમ ફૂલી ગયો છોકરીનો ચહેરો, એક સપ્તાહમાં જ થયું મોત

ફેશનના ચક્કરમાં ફુગ્ગાની જેમ ફૂલી ગયો 15 વર્ષની વિદ્યાર્થિની ચહેરો અને પછી એક જ અઠવાડિયામાં ગયો જીવ

કાન અને નાક વિંધાવવાનું ચલણ પહેલાથી છોકરીઓમાં હતુ, પરંતુ હવે  છોકરા-છોકરીઓ આંખ, જીભ અને હોંઠ પર પણ વિંધાવતા હોય છે. પરંતુ કેટલીક વાર ફેશન કરવા જતા તેઓ તેમના લુકને બગાડી દેતા હોય છે. કેટલીક વાર વિંધાવતા દરમિયાન થયેલ ઇન્ફેક્શનને કારણે જીવ પર જઇ શકે છે.

આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. જયાં એક 15 વર્ષની વિદ્યાર્થીનીની મોત થઇ ગઇ. અજાબેલા એડુઆર્ડા ડી સૂસા નામની આ છોકરીએ ઘર પર જ તેની આઇબ્રો વિંધાવી હતી.

ઇજાબેલાના આઇબ્રો વિંધાયા બાદ સંક્રમણ થઇ ગયુ હતુ. જેનાથી તેનો ચહેરો ફુગ્ગાની જેમ ફુલાઇ ગયો હતો અને તેની આંખો પણ સુજી ગઇ હતી. તેણે તેના ઘરે એક મિત્રની મદદથી તેની આઇબ્રો વિંધાવી અને તે બાદ તેને ઇન્ફેક્શનને કારણે જીવ ગુુમાવવો પડ્યો.

આ કિસ્સો બ્રાઝિલમાંથી સામે આવ્યો છે. બ્રાઝિલના દક્ષિણ-પૂર્વી રાજય મિનસ ગેરેસમાં ઘર પર એક મિત્રની મદદથી સૂસાએ તેની આઇબ્રોને વિંધાવી. સૂસાએ આ પહેલા તેની માતાને ઘણીવાર આવું કરાવવા માટે કહ્યુુ પરંતુ તેના પરિવારના બધા સભ્યોએ તેને ના કહી દીધી હતી.

તેણે આઇબ્રોને વિંધાવ્યાને ત્રણ દિવસ બાદ તેમાં ચિંતાજનક લક્ષણ વિકસિત થવા લાગ્યા. તેની આંખોની આસપાસનો ભાગ સૂજી ગયો અને તે ચિડચિડી થઇ ગઇ. તે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવી અને ચાર વાર કાર્ડિયાક એરેસ્ટ આવ્યો. તેનુ સ્વાસ્થ્ય ધીરે ધીરે બગડવા લાગ્યુ અને તે બાદ તેને એક મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જયાં એક સપ્તાહ સુધી જીવનની જંગ લડ્યા બાદ તેણે છેલ્લા શ્વાસ લીધા. ડોક્ટરોએ કહ્યુ કે, જો તે બચી જતી તો તે આંખોની રોશની ખોઇ દેતી.

Shah Jina