“પપ્પા તમારા રાજમાં કોઇ ખુશ નહિ રહી શકે” લખી કરીના કપૂરની ડ્રેસ ડિઝાઇન કરનારી કંપનીની ફેશન ડિઝાઇનરે કરી આત્મહત્યા

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરની ડ્રેસ ડિઝાઇનિંગ કંપનીના ફેશન ડિઝાઇનરે આત્મહત્યા કરી લીધી હતી. ફેશન ડિઝાઈનર દિલ્હીને અડીને આવેલા યુપીના ગાઝિયાબાદમાં રહેતી હતી. તેણે 11મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી એક નોટ મળી છે. તેમાં લખ્યું છે કે નોકરીના તણાવને કારણે તેણે આત્મહત્યા કરી રહી છે. એવું પણ લખ્યું છે કે તે જે સ્થાન હાંસલ કરવા માંગતી હતી, તે હાંસલ કરી શકી નથી. અંતિમ નોટમાં પિતાનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, પપ્પા, તમારા રાજમાં કોઈ સુખી ન હોઈ શકે. હવે પોલીસ આત્મહત્યાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. મૃતકની ઓળખ ફેશન ડિઝાઈનર આયુષી દીક્ષિત તરીકે થઈ છે.

ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનમાં ફેશન ડિઝાઇનર આયુષીએ 11મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. ઘટના સમયે યુવતીની માતા પણ ફ્લેટમાં હાજર હતા. પોલીસને આયુષી પાસેથી એક નોટ પણ મળી આવી છે જેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના નંદ ગ્રામ વિસ્તારની રાજ નગર એક્સટેન્શન સૃષ્ટિ સોસાયટીમાં બની હતી. મેરઠના કાંકરખેડામાં રહેતા સતીશ દીક્ષિતનો પરિવાર સોસાયટીના પ્લોટ નંબર 1101માં રહે છે. મેરઠ રોડ પર સતીશ દીક્ષિતની પોતાની ફેક્ટરી છે. સતીશની પુત્રી આયુષી નોઈડાના ગૌરવ સ્ટુડિયોમાં ફેશન ડિઝાઈનર છે. મળતી માહિતી મુજબ, આયુષીની કંપનીએ ભૂતકાળમાં કરીના કપૂરનો ડ્રેસ પણ ડિઝાઇન કર્યો હતો.

25 વર્ષની આયુષી સોમવારે રાત્રે લગભગ 8 વાગ્યે ફ્લેટની બાલ્કનીમાં પહોંચી, જ્યાં તેણે ખુરશી રાખી અને તેના પર ચડીને રેલિંગ પરથી નીચે કૂદી પડી. જોરદાર અવાજ સાંભળીને ગાર્ડ સ્થળ પર પહોંચ્યો હતો. માહિતી મળતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બધા લોકો ઘાયલ યુવતીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ત્યાં હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આયુષીએ તેના પિતાનો અંતિમ નોટમાં ઉલ્લેખ કર્યો હતો, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, આયુષી આત્મહત્યાના દિવસે સવારથી જ પરેશાન હતી. આયુષીને એક બહેન અને એક ભાઈ છે.

આયુષીએ હિમાચલના કાંગડાથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે. તે પછી તે નોઈડાના સેક્ટર 5 સ્થિત ગૌરવ સ્ટુડિયોમાં લગભગ 3 વર્ષ સુધી ફેશન ડિઝાઈનિંગ કરી રહી હતી. હાલ પોલીસે આયુષીની દોઢ પાનાની નોટ અને મોબાઈલ ફોન કબજે કર્યો છે. આ ઘટના બાદ આયુષીની માતા આશા અને મોટી બહેન શ્રુતિની હાલત ખરાબ છે.

Shah Jina