રાજસ્થાનના નાના એવા ગામની એક ખેડૂતની દીકરીએ ફેશન જગતમાં બતાવ્યુ પોતાનું ટેલેન્ટ, ઇન્ડિયાઝ નેકસ્ટ ટોપ મોડલની રહી ચૂકી છે ફર્સ્ટ રનર અપ

નાનકડા ગામની ખેડુની દીકરીના પિતાને લોકોએ કહ્યુ, ‘તારી દીકરી તો ચડ્ડી બનિયાન પહેરીને પૈસા કમાય છે.’ ખેડુની 5 દીકરીઓ બની IAS, એન્જીનિયર, SI, અસિસ્ટેંટ પ્રોફેસર અને સુપર મોડલ

એમટીવી પર આવનાર ટીવી રિયાલિટી શોમાં ઇન્ડિયાઝ નેકસ્ટ ટોપ મોડલ સીઝન-4ની ફર્સ્ટ રનર અપ રહી ચૂકેલી નિશા યાદવ રાજસ્થાનની નાના ગામની પહેલી એવી ટોપ મોડલ બની કે જેણે પોતાના ટેલેન્ટના દમ પર એક અલગ ઓળખ હાંસિલ કરી. નિશા કોટપૂતલીના શુક્લાબાસની રહેવાસી છે. નિશાએ તેના ટેલેન્ટના દમ પર જજને ઘણા ઇમ્પ્રેસ કર્યા હતા અને ટોપ 11માં જગ્યા બનાવ્યા બાદ તે ફર્સ્ટ રનર અપ પણ રહી હતી. નિશાએ શો દરમિયાન જણાવ્યુ હતુ કે, મેગેઝીન અને ટીવી પર જોઇ તેણે મોડલિંગમાં આવવાનો નિર્ણય કર્યો હતો. નિશાના પિતા એક ખેડૂત છે અને તેની પાંચ બહેનો પણ છે. નિશાએ જણાવ્યુ કે, ટીવી પર આવી તે તેના પિતાના સપનાને પૂરુ કરવા માંગતી હતી.આ ફેશન રિયાલિટી શોમાં જજ તરીકે મલાઇકા અરોરા, એમટીવી વીજે અને મોડલ અનુષા દાંડેકર અને ફેમસ ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાનિ સાથે મિલિંદ સોમન તેમજ નીરજ ગાબા હતા.

નિશા યાદવના પિતાનું નામ રાધેશ્યામ યાદવ છે. તેમની પાંચ દીકરીઓ છે, તેમણે તેમની દીકરીઓને કાબિલ બનાવવા માટે કયારેક ટ્રક ચલાવી તો કયારેક ડિઝલ વેચવાની દુકાન શરૂ કરી. તેમણે ખેતરમાં મજૂરી પણ કરી છે. દીકરીઓ પેદા થવા પર લોકો તેમને મેણા મારતા હતા, પરંતુ આજે એ જ લોકો ગર્વ મહેસૂસ કરે છે. કારણ કે તેમની બધી દીકરીઓ ઘણી તાલિમ હાંસિલ કરી કામયાબીની નવી કહાની લખી છે. મેણા મારવાવાળા લોકો હવે આ જ દીકરીઓ પર ગર્વ કરે છે. તેમની એક દીકરી IAS, બીજી દીકરી સોફ્ટવેર એન્જીનિયર, ત્રીજી દીકરી સબ ઇન્સપેક્ટર, ચોથી દીકરી આસિસ્ટેંટ પ્રોફેસર અને પાંચમી દીકરી નિશા યાદવ સુપર મોડલ છે.

આ દીકરીઓએ અલગ અલગ ક્ષેત્રે સફળતા હાંસિલ કરી માતા-પિતાનું નામ ગર્વથી ઊંચુ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, તેમના બે જમાઇ પણ IAS અધિકારી છે. નિશા યાદવે ચાર મોટી બહેનોની જેમ નોકરી કરવાની જગ્યાએ મોડલિંગ ક્ષેત્રે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. કુકસની આર્ય એન્જિનિયરિંગ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરનાર નિશા યાદવે એલએલબી પણ કર્યું છે. મોડલની સાથે સાથે તે એક વકીલ પણ છે. વન ઈન્ડિયા હિન્દી સાથેની વાતચીતમાં મોડલ નિશા યાદવે જણાવ્યું કે મોડલિંગના ક્ષેત્રમાં જવાનું તેનું બાળપણનું સપનું હતું, જે પૂરું થઇ ગયુ છે. તે MTV શો ‘ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ 2018’ની ફર્સ્ટ રનર અપ રહી છે.

આ સિવાય તેણે ફેશન વીક બ્રિજની મોડલ તરીકે કામ કર્યું છે.રાધેશ્યામ યાદવનું કહેવું છે કે તેમને પાંચ દીકરીઓ છે. તેમની પત્ની કમલા યાદવ હાઉસવાઇફ છે. પતિ-પત્ની બંનેએ ક્યારેય પુત્ર અને પુત્રી વચ્ચે કયારેય ભેદભાવ કર્યો નથી. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં દીકરીઓને ખૂબ ભણાવી અને આગળ વધવાની દરેક તકમાં સાથ આપ્યો. રાધેશ્યામ યાદવ અને કમલા યાદવને પાંચ દીકરીઓ હોવા છતાં દીકરીઓની સ્કૂલ-કોલેજ તરફની પ્રગતિ ક્યારેય અટકાવી નથી.

પાંચેય બહેનોએ 10મા ધોરણ સુધીનું શિક્ષણ સરકારી શાળામાંથી મેળવ્યું હતું. ત્યારબાદ મહારાણી કોલેજ, કનોડિયા કોલેજ, ટોંકની વનસ્થલી વિદ્યાપીઠ, જયપુર જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંથી સ્નાતક થયા હતા. નિશા યાદવે જણાવ્યું કે, MTVના શો ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલના ઓડિશન પછી મારી પસંદગી થતાં જ હું શોમાં પહોંચી, શોમાં આવેલી અન્ય મોડલ્સે મારી ગ્રામીણ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને મારી મજાક ઉડાવી અને તેમને લાગ્યું કે હું આ શોમાંથી બહાર થઇ જઇશ. મારા આંતરિક આત્મવિશ્વાસને કારણે મને ટોચનું સ્થાન મળ્યું છે.

નિશાએ જણાવ્યું કે હું કોટપુતલી નજીકના ગામની છું અને પરિવારમાં અમે પાંચ બહેનો છીએ, મારા પિતા ખેડૂત છે અને તેમણે તેમની તમામ મૂડી દીકરીઓના ઉછેરમાં ખર્ચી નાખી છે. ગામડાના વાતાવરણમાં બ્યુટી શો અને મોડલિંગની તૈયારી કરવા માટે ઘણા પડકારો હતા, પરંતુ મારા માતા-પિતા અને બહેનોના પ્રોત્સાહનથી હું આગળ વધી. મેં ખૂબ નાની ઉંમરે 5 ફૂટ 8 ઇંચની ઊંચાઈ મેળવી લીધી હતી, જેના કારણે મને ગામમાં જિરાફ કહેવામાં આવતી. મને ખબર પણ ન પડી કે મારી સામાન્ય ચાલ ક્યારે મોડેલ કેટવોકમાં ફેરવાઈ ગઈ.

મારા અનોખા વોકને કારણે લોકો મારા કેટવોકને ‘ધાકડ ચાલ’ તરીકે ઓળખવામાં આવતુ. એક દિવસ મારા પિતા મારા માટે એક અખબાર લાવ્યા અને મને એક લેખ બતાવ્યો જેમાં અભિનેત્રી સોનમ કપૂરની ઊંચાઈ જિરાફ જેટલી લખવામાં આવી હતી. મારા પિતાએ કહ્યું કે જ્યારે આ જિરાફ જેવી છોકરીની તસવીર અખબારમાં પ્રકાશિત થઈ શકે છે તો મારી દીકરી પણ કંઈક કરી શકે છે. મોડેલિંગના ક્ષેત્રમાં મારા પ્રવેશ માટે આ માધ્યમ બન્યું અને મેં જયપુરમાં મારા અભ્યાસની સાથે રેમ્પ શો અને સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. અહીં હું મારી જાતે શીખી અને કોઈ પણ માર્ગદર્શન વિના મેં આગળનો રસ્તો શોધી કાઢ્યો.

 

View this post on Instagram

 

A post shared by Nisha Yadav (@nisha.yadav.official)

સિંગાપુરમાં MTV ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ શોમાં મલાઈકા અરોરા અને મિલિંદ સોમને મને ખૂબ પ્રભાવિત કરી અને તેઓ પોતે મારા પ્રદર્શનથી ખૂબ ખુશ હતા. રાજસ્થાનની એક મૉડલ પહેલીવાર આ પદ પર પહોંચી તે ખરેખર મારા પર ગર્વ અનુભવે છે. લોકો કહે છે કે મૉડલિંગની ઉંમર ટૂંકી છે પણ મારા મત મુજબ મૉડલિંગ એ માત્ર એક વ્યવસાય નથી પણ જીવનશૈલી છે. આજે વિદેશમાં ઘણી એવી મોડલ્સ છે, જે 80 વર્ષની ઉંમરમાં પણ મોડલિંગ કરી રહી છે. મારું સપનું છે કે હું તેની જેમ સુપરમોડલ બનું. આ માટે જે પણ યોગ્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે, હું તેમાં મારું સંપૂર્ણ યોગદાન આપીશ.

રેડિફના રીપોર્ટ અનુસાર, ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ માટે નિશાએ બિકી પહેરી હતી તે સમયને યાદ કરતાં નિશા કહ્યુ કે, હું બિકી પહેરવા માટે ખૂબ જ સભાન હતી. મને લાગ્યું કે તે મારા પર સારી નહીં લાગે. હું એ પણ વિચારતી કે પપ્પા શું કહેશે કારણ કે મેં તેમને આ વિશે કહ્યું ન હતું. જ્યારે મારી બહેને તેમની સાથે વાત કરી, ત્યારે તેમણે તેને પૂછ્યું કે બિકી શું છે ત્યારે તેમને કહ્યું, ‘ચડ્ડી-બનિયાન’..

“મારા પપ્પા ખૂબ જ ઉદાસ હતા. તે બાદ તેમણે કહ્યુ કે આવા પણ દિવસો આવી ગયા. આજે પણ ઘણા લોકો તેમને કહે છે કે ‘તેરી બેટી ચાડી-બનિયાન પહેન કે પૈસા કમાતી હૈ’  પરંતુ તેઓ આ પર પ્રતિક્રિયા આપતા નથી. તે જાણે છે કે હું શું કરી રહી છું અને તે મહત્વપૂર્ણ છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ એકવાર નિશા યાદવની કહાની દુનિયા સામે પેશ કરી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Smriti Irani (@smritiiraniofficial)

Shah Jina