ગુજરાતના આ નાના એવા ગામમાં ખેડૂતે વાપર્યો એવો આઈડિયા કે કરે છે કરોડોની કમાણી, 1 કિલો ઘી વેચાય છે 51,000માં, જુઓ કેવી રીતે

દેશભરમાં પશુપાલનનો વ્યવસાય ઘણી જગ્યાએ થાય છે અને આ વ્યવસાય દ્વારા ઘણા ખેડૂતો હવે લાખો કરોડોની કમાણી પણ કરતા થઈ ગયા છે, પરંતુ કેટલાક ખેડૂતો એવા પણ છે જેમને તેમની આગવી કોઠાસૂઝના કારણે દેશમાં જ નહિ દુનિયાભરમાં પણ પોતાનું નામ રોશન કર્યું અને આજે તે પણ કરોડોની આવક મેળવી રહ્યા છે.

આજે અમે તમને એક એવા જ ખેડૂત વિશે જણાવવા જઈ રહ્યા છે જે મહિને લાખોની કમાણી કરે છે. તેમના દ્વારા બનાવેલું ઘી દેશભ વિદેશમાં જાય છે અને આ ઘીની કિંમત સાંભળીને તમે પણ હેરાન રહી જશો, કારણ કે આ ઘી 3500થી લઈને 51,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી બજારની અંદર વેચાય છે.

અમે વાત કરી રહ્યા છીએ રાજકોટ જિલ્લાના ગોંડલથી 7 કિલોમીટરના અંતર પર આવેલા વોરા કોટડા રોડ ઉપર આવેલા રમેશભાઈ રૂપારેલિયાની ગૌ જતન સંસ્થાની. રમેશભાઈ રૂપારેલીયા ગાય ઉછેરની હરતી ફરતી પાઠશાળા છે. દાદા અને પરદાદા લગભગ 500 વર્ષથી પરિવારમાં ગાયોનું પાલન કરે છે. પોતાની જમીન માત્ર 10 એકર છે, પરંતુ ગાય આધારિત ખેતી કરીને ઓર્ગેનિક અનાજ, મસાલા અને દૂધ-ઘીનું ઉત્પાદન તેઓ કરે છે.

તેઓ તેમની ઉપજ વેચવા કૃષિ પેદાશોના બજારમાં જતા નથી. લોકો તમામ ઉત્પાદનો ઓનલાઈન અથવા ઘરેથી લઈ જાય છે. તે 14 વર્ષથી મંડી નથી ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે સીધી વાત કરે છે. રમેશભાઈ જણાવે છે કે એક સમય એવો હતો જ્યારે તેમની ખેતી, ઘર, દાગીના બધું જ દેવાના કારણે વેચાઈ ગયું હતું, પરંતુ તેમણે ગાયની સેવા છોડી ન હતી. તેમણે અને તેમના પિતાએ ગામમાં લોકોની ગાયો ચરાવીને ફરીથી જમીન ખરીદી. આજે તેઓ દેશ-વિદેશથી ગોંડલમાં આવતા લોકોને ગાય પાલનની તાલીમ આપી રહ્યા છે.

ગૌ જતન સંસ્થામાં કુલ 150 ગાયો છે, જેમાંથી દૂધ આપતી ગાયોની સંખ્યા 40 જેટલી છે. ઉનાળામાં દરરોજ 250 લિટર અને શિયાળામાં 325 થી 350 લિટર દૂધનું ઉત્પાદન થાય છે. છેલ્લા 20 વર્ષમાં રમેશ રૂપારેલીયાની ગીર ગૌ જતન સંસ્થાએ એક ગ્રામ પણ દૂધ વેચ્યું નથી.

આ દૂધમાંથી દરરોજ 500 લિટર છાશ બનાવવામાં આવે છે, જે 20 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાય છે. આટલા દૂધથી રોજનું 7 થી 10 લિટર ઘી તૈયાર થાય છે, જેની કિંમત 3500 રૂપિયા પ્રતિ લિટર છે. આ સાથે ઘીમાં કેટલીકઔષધિઓ ઉમેરીને 12000 થી 51000 લિટરમાં વેચાય છે.

રમેશ રૂપારેલીયા ગાયના છાણમાંથી છાણા બનાવે છે અને અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને મુંબઈમાં યજ્ઞ અને હવન માટે વેચે છે. ગૌમૂત્રમાંથી બાયો ફર્ટિલાઇઝર અને બાયો દવા બનાવે છે. ગૌશાળામાં ગાયોના ચારા અને અનાજ પાછળ 35 લાખ રૂપિયા એટલે કે મહિને લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

તેઓ દર મહિને તેમના કર્મચારીઓને 6 લાખ રૂપિયાનો પગાર પણ આપે છે. રમેશ રૂપારેલીયાએ ગીર ગૌ જતન સંસ્થાનમાં ઓનલાઈન માર્કેટીંગ માટે 20 જેટલા કોમ્પ્યુટર પણ ઈન્સ્ટોલ કર્યા છે. જેના કારણે ઓનલાઈન માર્કેટિંગનું કામ સરળતાથી ચાલે છે. જ્યારે તેમની કુલ આવક લગભગ 32 લાખ રૂપિયા પ્રતિ માસ છે. આવું સફળ બિઝનેસ મોડલ બનાવીને રમેશ રૂપારેલીયાએ નવો રસ્તો બતાવ્યો છે.

સોશિયલ મીડિયામાં પણ તેમનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં રમેશ રૂપારેલીયા તેમની ગૌશાળા વિશેની તમામ માહિતી આપતા જોવા મળે છે, આ ઉપરાંત તેમને આ કાર્યની શરૂઆત કેવી રીતે કરી હતી તેના વિશે પણ જણાવતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel