જેના ઉપર ગુસ્સે ભરાયા છે મૌલવીઓ એ “હર હર શંભુ” ગીત ગાનારી ફરમાની નાઝ કરે છે એક કરોડના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ, અંદર બનાવ્યું છે મંદિર, જુઓ નજારો

એક કરોડ રૂપિયાના સ્ટુડિયોમાં ગીતો રેકોર્ડ કરે છે ફરમાની નાઝ, અંદર બનાવ્યું છે મંદિર, જુઓ અંદરની તસવીરો

છેલ્લા બે ત્રણ દિવસથી એક ગાયિકા ખુબ જ ચર્ચામાં છે, આ ગાયિકાએ પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રા માટે એક ખાસ ગીત ગાયું હતું, જેના શબ્દો હતા “હર હર શંભુ”. પરંતુ હવે આ ગીત વિશ્વભરમાં ગુંજી રહ્યું છે અને લોકો પણ આ ગીતને ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ ગીતને ગાયું છે ગાયિકા ફરમાની નાઝે. તેના આ ગીત ગાવાના કારણે મૌલવીઓ પણ નારાજ થયા હતા અને કહ્યું હતું કે અન્ય ધર્મનું ગીત ગાવું એ ગુન્હો છે, ત્યારે ફરમાનીએ તેમને પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.

ફરમાની કહે છે કે કલાકારનો કોઈ ધર્મ હોતો નથી. તેણે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. તેણે પોતાના અવાજથી પોતાની ઓળખ બનાવી છે. આ વિવાદ વચ્ચે ફરમાનીનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પોતાની મહેનતની કમાણીમાંથી 1 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સ્ટુડિયો વિશે ફેન્સને જણાવ્યું છે. ફરમાની આ સ્ટુડિયોમાં તેના ગીતો અને વીડિયો શૂટ કરે છે.

ફરમાની નાઝે તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કર્યો છે. વીડિયોનું શીર્ષક છે- ‘તમારી મહેનત અને પ્રાર્થનાથી બનેલો એક કરોડ રૂપિયાનો સ્ટુડિયો આજે તમને બતાવું છું. વીડિયોમાં ફરમાની તેના ફેન્સને કહી રહી છે કે, ‘લોકો મારા સ્ટુડિયોમાં આવે છે અને વીડિયો બનાવે છે. હું આજે મારો સ્ટુડિયો જાતે બતાવવા જઈ રહી છું. આ તે છે જ્યાં અમે અમારા ગીતો રેકોર્ડ કરીએ છીએ. આ બહારથી ખૂબ સુંદર લાગે છે.”

ફરમાનીએ બિલ્ડીંગનો દરેક માળ અને રૂમ બતાવ્યો. આ બિલ્ડીંગમાં મહેમાનો માટે રૂમ અને જીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નાઝે વીડિયોમાં રિયાઝનો રૂમ બતાવ્યો, જ્યાં તેનો ભાઈ ફરમાન હાર્મોનિયમ વગાડતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે લિપ્સિંગ રૂમ બતાવ્યો, જે એકદમ લક્ઝુરિયસ છે. અહીં યુટ્યુબ તરફથી મળેલા એવોર્ડ દિવાલો પર સજાવવામાં આવ્યા હતા. આ પછી, ફરમાનીએ સ્ટુડિયોની મુલાકાત લીધી, જ્યાં તે તેની ટીમ સાથે કામ કરે છે. વિડિયોમાં, ફરમાની તેના ગીતકાર અનુજનો પરિચય કરાવે છે, જે તેના માટે ગીતો લખે છે.

નાઝે પોતાના સ્ટુડિયોમાં મા સરસ્વતીની મૂર્તિ પણ રાખી છે. આ સાથે સ્ટુડિયોમાં મંદિર પણ બનાવવામાં આવ્યું છે. સિંગરે એ પણ જણાવ્યું કે આ લક્ઝુરિયસ સ્ટુડિયો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવે છે. અહીં કોણ આવે છે, કોણ જાય છે, દરેક ક્ષણ પર નજર રાખવામાં આવે છે. તેના ચાહકોનો આભાર માનતા તેણે હંમેશા પ્રેમ અને સમર્થન જાળવી રાખવાની અપીલ કરી છે.

ફરમાની નાઝ મુઝફ્ફરનગરના રતનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોહમ્મદપુર માફી ગામનો રહેવાસી છે. તેણીના લગ્ન 25 માર્ચ 2017ના રોજ મેરઠના છોટા હસનપુર ગામના રહેવાસી ઈમરાન સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ પુત્ર થયા બાદ સાસરિયાઓએ ફરમાનીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેના પર ફરમાની તેના પુત્ર સાથે પિયર રહેવા લાગી હતી.

તમને જણાવી દઈએ કે ફરમાનીએ દેશના પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં પણ ભાગ લીધો હતો. જો કે પુત્રની તબિયત લથડતા તેને પરત આવવું પડ્યું હતું. પણ ફરમાની અહીં અટકી ન હતી. તે યુટ્યુબ સિંગર તરીકે બહાર આવી હતી. આજે તેને કોઈ ઓળખની જરૂર નથી. તે આજે ખુબ જ પ્રખ્યાત બની ગઈ છે.

Niraj Patel