ખેતરમાં વીજ કનેક્શન માટે નીતા પટેલે તલાટીએ માંગ્યા અધધધ લાખ, લાંચ લેવા સ્પેશિયલી ગાંધીનગર….

હાલમાં જ સુરત ACB દ્વારા નર્મદાના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટી નીતા પટેલને લાંચ લેતા ઝડપી પાડવામાં આવી હતી, તેની સાથે તેના એક સહયોગીને પણ ઝડપવામાં આવ્યો હતો, ત્યારે ACBથી બચવા મહિલા તલાટીએ લાંચની રકમ આંગડિયા મારફતે ગાંધીનગર ત્રાહિત વ્યક્તિને ત્યાં મંગાવી અને આની જાણ જમીન માલિકે જ સુરત ACBમાં કરી, જે બાદ ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યુ અને મહિલા અધિકારી તેમજ તેના સહયોગીને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા. નર્મદાના નાંદોદના નરખડીના તલાટી નીતા પટેલ 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે.

કદાચ અત્યાર સુધીના લાંચમાં કિસ્સાઓમાં આંગડિયા મારફતે ત્રાહિત વ્યક્તિ સુધી લાંચની રકમ પહોંચાડવાનો આ ગુજરાતમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો હોવાનું માનવામાં આવે છે. પતરાના શેડવાળી ઓરડી અને ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા માટે અરજદારે અરજી કરી હતી. આ ત્યારે આ માટે તલાટીએ 1 લાખની માંગણી કરી હતી. નીતા પટેલ અને સહયોગી મહેશભાઈ આહજોલિયા બંનેને ડિટેઈન કરવામાં આવ્યા છે. આમ તો જો તમારે તમારુ કામ નીકાળાવું હોય તો સરકારી કચેરીઓમાં આજે પણ સરકારી બાબુઓને ખુશ કરવા લાંચ આપવી જ પડે છે.

પરંતુ હવે તો સરકારી બાબુઓ હાઈટેક થઇ ગયા હોવાથી સીધી રીતે લાંચ સ્વીકારતા પકડાઇ જવાના ડરથી અવનવા પેતરાઓ અપનાવે છે. અને આવો જ મામલો સામે આવ્યો. સુરત ACBની ટીમે આવી જ નવી મોડેસ ઓપરેન્ડીથી લાંચ લેનાર મહિલા સરકારી અધિકારીને ઝડપી પાડી છે.નીતા પટેલનો સહયોગી મહેશ સ્પર્ધાત્મક પરીક્ષાની એકેડમી ચલાવે છે અને આરોપી તલાટી આજ એકેડમીમાંથી પરીક્ષા આપી તલાટી બની હતી, ત્યારે હવે પોતાના ગુરુ મહેશને જ લાંચ લેવા માટે તેણે ગોઠવ્યો હતો. ખેતીની જમીનમાં ખેતીને અનુરૂપ બિયારણ, ખાતર વગેરે મુકવા અને મજુરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવમાં આવી છે.

જેને લઇને વીજ મીટરની જરૂરીયાત હતી, અને નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા અરજી કરવામાં આવી હતી. પરંતુ આ કાર્યવાહી આગળ વધારવા માટે તલાટી દ્વારા જમીન માલિક પાસે 1 લાખની લાંચ માંગવામાં આવી.જે આંગડિયા મારફતે ગાંધીનગરમાં રહેતા ત્રાહિત ખાનગી વ્યક્તિ મહેશ આહજોલીયાને આપવા જણાવ્યું અને આ અંગે જમીન માલિકે સુરત ACBની ટીમને જાણ કરી જે બાદ ACBની ટીમે છટકુ ગોઠવી આરોપીઓની ધરપકડ કરી હતી.મહિલા તલાટીની લાંચ માંગવાની ચેનનો પર્દાફાશ કરીને ACBએ મહિલા સરકારી અધિકારી સહિત ખાનગી વ્યક્તિની ધરપકડ કરી છે.

Shah Jina