ફરહાન અખ્તરે આખરે કરી જ લીધા તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ શિબાની સાથે લગ્ન, વાયરલ થઇ તસવીર

બોલિવુડની મોસ્ટ એડોરેબલ કપલ ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નના સમાચાર ઘણા દિવસોથી હેડલાઇન્સમાં હતા. ત્યારે હાલ હવે ફરહાન અને શિબાનીના લગ્ન થઇ ગયા હોવાના સમાચાર વાયરલ થયા છે. તેમના લગ્નની એક તસવીર વાયરલ થઇ છે. જેમાં તે બંને દુલ્હા-દુલ્હનના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર પરફેક્ટ કપલ લાગી રહ્યા છે. તેમના ચાહકો માટે આના સિવાય બીજી કોઈ વીકએન્ડ ટ્રીટ હોઈ શકે નહીં. ફરહાન અને શિબાનીની આ તસવીર રિલેશનશીપ ગોલ આપી રહી છે. બંનેની ખુશી જોતા જ બની રહી છે.

લુકની વાત કરીએ તો, ફરહાન સૂટ-બૂટેડ લુકમાં હેન્ડસમ લાગતો હતો, જ્યારે શિબાની લાલ અને બેજ ગાઉનમાં અદભૂત દેખાતી હતી. લગ્નમાં ફરહાન-શિબાનીએ પણ ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો સામે આવ્યો છે.લગભગ 4 વર્ષ સુધી ડેટ કર્યા બાદ ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે 19 ફેબ્રુઆરી એટલે કે આજે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ખંડાલામાં અખ્તર પરિવારના ફાર્મ હાઉસમાં થયા હતા. આ દંપતીએ ન તો હિંદુ લગ્ન કર્યા અને ન તો નિકાહ કર્યા. કપલે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું.

ફરહાન-શિબાનીની લવ સ્ટોરી એક રિયાલિટી શોમાં શરૂ થઈ હતી. જ્યાં ફરહાન શોનો હોસ્ટ હતો અને શિબાની સ્પર્ધક હતી. ધીમે ધીમે તેમની લવ સ્ટોરી આગળ વધતી ગઈ. શરૂઆતમાં, દંપતીએ તેમના સંબંધોને ગુપ્ત રાખ્યા. ફરહાનના આ બીજા લગ્ન છે. 16 વર્ષ પછી તેણે અધુના સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by India Today (@indiatoday)

આ લગ્નથી તેને બે પુત્રીઓ પણ છે. ફરહાન ઘણા સમય પહેલા શિબાની સાથે જીવનમાં આગળ વધી ગયો હતો.હવે ફરહાને લગ્ન શિબાની સાથે લગ્ન કરી સંબંધોને નવો આયામ આપ્યો છે.શિબાની અને ફરહાન બંનેએ તેમના લગ્ન ખૂબ જ સાદગીથી કરવાનું નક્કી કર્યું હતું, તેથી તેઓએ તેને સંપૂર્ણપણે ખાનગી રાખ્યું છે. લગ્નમાં માત્ર 50 લોકોએ હાજરી આપી હતી. ફરહાન અને શિબાનીના લગ્નમાં હ્રતિક રોશન પૂરા પરિવાર સાથે પહોંચ્યો હતો, જેની તસવીર પણ સામે આવી હતી. ફરહાન અને શિબાનીના લગ્નની તસવીર સામે આવતા જ કેટલાક યુઝર્સે તો તેમાં બીજું જ કંઇ નોટિસ કર્યુ હતુ. તેમને આ તસવીરમાં શિબાનીનો બેબી બંપ દેખાયો હતો અને તેમણે આ પર કોમેન્ટ કરવાનું શરૂ કર્યુ હતુ.

Shah Jina