સલમાન ખાનનો વીડિયો પરમિશન વિના બનાવી રહ્યો હતો ફેન તો ભાઇજાનને આવી ગયો ગુસ્સો…જુઓ પછી શું થયુ વીડિયોમાં

પરમિશન વિના વીડિયો બનાવી રહેલા ફેન પર ગુસ્સે થયો સલમાન ખાન, કર્યુ કંઇક એવું કે લોકો પણ રહી ગયા હેરાન

ફેન પર ફૂટ્યો સલમાન ખાનનો ગુસ્સો, પરમિશન વિના સેલ્ફી વીડિયો બનાવવા પર ભડક્યો દબંગ ખાન

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અવારનવાર સમાચારોમાં રહે છે. અભિનેતા તેની સ્પષ્ટવક્તા અને પ્રભાવશાળી શૈલી માટે જાણીતો છે. બધા જાણે છે કે સલમાનને ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરવાનું પસંદ છે. ત્યાં દબંગ ખાન તેની ગુસ્સે ભરેલી સ્ટાઈલને કારણે પણ ઘણી વખત સમાચારોમાં રહ્યો છે. ત્યારે ફરી એકવાર સલમાન ખાન એક ફેન પર ગુસ્સે થતો જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે એરપોર્ટનો છે.

સલમાન ખાન સિક્યોરિટી ગાર્ડ સાથે એરપોર્ટની બહાર નીકળતો જોવા મળે છે.સલમાને ગ્રે જીન્સ સાથે બ્લેક ટી-શર્ટ અને ગ્રીન જેકેટ પહેર્યું છે. આ લુક સાથે તેણે એક કેપ પણ પહેરી છે. તે કેઝ્યુઅલ લુકમાં એકદમ ડેશિંગ લાગી રહ્યો છે. જોકે, પરવાનગી વિના વિડિયો બનાવનાર ફેન પર સલમાન ખાન ગુસ્સે થઈ ગયો અને તેને વીડિયો રોકવાનું કહ્યું.

આ સાથે જ સલમાને કહ્યુ કે- આ વીડિયો ડિલીટ કરી દે. જો કે, આ વીડિયો સામે આવ્યા બાદ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો અને લોકો તેના પર પ્રતિક્રિયા આપવા લાગ્યા. એક યુઝરે લખ્યું – ભાઇજાનના હાથે આજે ધોવાઇ જતો, બચી ગયો. અન્ય યુઝરે લખ્યું – સાઇડથી વીડિયો બનાવી રહ્યો છે, તેના પર ગુસ્સો કેમ ? વીડિયો પર કોમેન્ટ કરતાં અન્ય એક યુઝરે લખ્યું- મરના હે તેરેકો, ડર નથી લાગતો.

જ્યારે અન્ય એક યુઝરે લખ્યું- જ્યારે ખબર છે કે ફાલતૂ હરકત ન કરવી જોઇએ તો પણ લોકો કેમ કરે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન છેલ્લે ફિલ્મ ટાઈગર 3માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ગયા વર્ષે દિવાળી પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કેટરિના કૈફ જોવા મળી હતી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ટાઇગર ફ્રેન્ચાઇઝીની અગાઉની બે ફિલ્મોની જેમ સારું પ્રદર્શન કરી શકી ન હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina