આ દિગ્ગજ સિંગરે નોકરને ચપ્પલથી ઢોરમાર માર્યો, ભારતીય ચાહકો ખુબ ગુસ્સે થયા, જુઓ વીડિયો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. Xટ્વિટર પર એક વીડિયો ખુબ સ્પીડથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફેમસ સિંગર તેના નોકરને ચપ્પલ વડે મારતો જોવા મળી રહ્યો છે.

તેને પૂછ્યું કે ટેબલ પર રાખેલી દારૂની બોટલ ક્યાં ગઈ? વીડિયો થોડો હ્રદયસ્પર્શી છે. આ વીડિયો જોયા પછી પાકિસ્તાનના લોકો પણ આ સિંગરની ટીકા કરી રહ્યા છે.

પાકિસ્તાનના ફેમસ સિંગર રાહત ફતેહ અલી ખાનનો એક વીડિયો ગઈકાલનો સોશિયલ મીડિયા ખુબ જ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઘરના નોકરોને જૂતા અને ચપ્પલ વડે મારતો જોવા મળ્યો હતો. કથિત રીતે, દારૂની બોટલ ન મળવાને કારણે,

રાહત ફતેહ અલી ખાને તેના એક નોકરને ખરાબ રીતે માર્યો, જે નજીકમાં ઉભેલા કોઈએ કેમેરામાં કેદ કરી લીધો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સૌથી પહેલા તે પોતાના સર્વન્ટને માર મારે છે. વીડિયો સામે આવતાની સાથે જ લોકોએ તેને સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવાનું શરૂ કર્યું.

આને લીધે સિંગરને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો તેમના વિશે લખી રહ્યા છે કે તેઓ સારા ગાયક હોઈ શકે છે, પરંતુ તેઓ સારા વ્યક્તિ નથી.

આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે કમેન્ટ કરી કે, “આ તો ખૂબ જ શરમજનક કૃત્ય છે, મને જોઈને દુઃખ થયું.” અન્ય એક યુઝરે લખ્યું, “અજીબ અજ્ઞાનતા.” અન્ય એક યુઝરે લખ્યું, “ખૂબ જ શરમજનક”. આ વીડિયો પર આવા લોકોની ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે અને લોકો તેમને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

YC