નથી રહ્યા બાજીરાવ મસ્તાનીના ગીતકાર, આવ્યો હાર્ટ એટેક, પોતાના કામોથી જીત્યા હતા લાખો- કરોડો લોકોના દિલ

બોલિવૂડના ઘણા ક્લાસિક ગીતોના લેખક નાસિર ફરાઝનું નિધન થયું છે. નાસિર ફરાઝે વર્ષ 2010માં રિલીઝ થયેલી ફિલ્મ કાઈટ્સના સુપરહિટ બે ગીતો ‘દિલ ક્યૂં યે મેરા શોર કરે’ અને ‘ઝિંદગી દો પલ કી’ લખ્યા હતા, જે પ્રખ્યાત ગાયક કૃષ્ણ કુમાર કુન્નાથ ઉર્ફે KKએ ગાયા હતા. ફરાઝે બાજીરાવ મસ્તાની, ક્રિશ અને કાબિલ જેવી ફિલ્મો માટે ગીતો પણ લખ્યા હતા. નાસિર ફરાઝના મિત્ર અને જાણીતા ગાયક મુજતબા અઝીઝ નાજાએ મીડિયાને જણાવ્યું કે તેઓ હૃદય સંબંધિત બિમારીઓથી પીડિત હતા.

7 વર્ષ પહેલા તેમની સર્જરી પણ થઈ હતી. રવિવારે સાંજે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પરંતુ તેઓ હોસ્પિટલમાં ગયા ન હતા. સાંજે લગભગ 6 વાગે તેમનું નિધન થયું હતું. તેમને મુંબઈના નાલાસોપારા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. જાણીતા કવ્વાલ અને પ્લેબેક સિંગર મુજતબા અઝીઝ નાઝાએ તેમના ફેસબુક પેજ દ્વારા નાસિર ફરાઝના નિધનની માહિતી આપી હતી. તેણે લખ્યું- આજે નાસિર ફરાઝ સાહેબ આપણી વચ્ચે નથી. તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગના ગણાતા ગીતકારોમાં ઓળખાય છે.

નાસીર સાહેબ સાથે મારો 12 વર્ષનો પરિચય હતો. અમે બાજીરાવ મસ્તાની – 2015 અને હેમોલિમ્ફ 2022 જેવી ફિલ્મોમાં સાથે યાદગાર કામ કર્યું છે. મારા માટે વડીલ હોવા ઉપરાંત તેઓ મારા મિત્ર અને સહાનુભૂતિ ધરાવતા હતા. માનવજીવનમાં કેટલીક એવી શક્તિઓ હોય છે, જેની સાથે આપણે લડીએ છીએ અને ઝઘડો કરીએ છીએ અને જ્યારે તેઓ નારાજ થઈ જાય છે ત્યારે આપણને ફરક પડે છે. નાસીર સાહેબ મારા જીવનમાં એવા વ્યક્તિત્વોમાંથી એક હતા. તેમની સાથેની આ અમારી છેલ્લી તસવીર છે. તેમની આત્માને શાંતિ મળે.

નાસિર ફરાઝ બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર હતા. તેમની ફિલ્મોમાં કાબિલ, બાજીરાવ મસ્તાની, કાઈટ્સ, ઐતબાર, લવ એટ ટાઈમ્સ સ્ક્વેર, યે જિંદગી કા સફરનો સમાવેશ થાય છે. તેમણે 2013માં રિલીઝ થયેલી ‘એક બુરા આદમી’ જેવી ફિલ્મોમાં ગીતકાર તરીકે કામ કર્યું હતું. નાસિર ફરાજે ‘તુમ મુઝે બસ યું હી’, ‘મૈં હું વો આસમાન’, ‘કોઈ તુમસા નહીં’, ‘કાબિલ હૂં’ અને ‘ચોરી ચોરી ચૂપકે’ જેવા હૃદય સ્પર્શી ગીતો લખ્યા હતા. તેઓ સંગીતકાર અને સંગીત નિર્દેશક પણ હતા.

Shah Jina