રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનર ખાતા જ લોકોના મોંમાંથી નીકળવા લાગ્યુ લોહી…5 લોકો હોસ્પિટલમાં દાખલ- કમજોર દિલવાળા વીડિયો ના જોતા

એક રેસ્ટોરન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકોને લોહીની ઉલ્ટી થઈ રહી છે. રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા 5 લોકોની તબિયત અચાનક બગડી અને બધાને લોહીની ઉલટી થવા લાગી તેમજ તેમની જીભ પણ જાડી થઈ ગઇ. તેમના મોઢામાંથી લોહી નીકળવાનો વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો.

શરૂઆતમાં એવું જાણવા મળ્યું હતું કે માઉથ ફ્રેશનર ખાધા બાદ આવું થયું હતું, પરંતુ આ મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો અને રેસ્ટોરન્ટમાં બીમાર પડેલા લોકોએ ડ્રાય આઈસ ખાધો હોવાનું સામે આવ્યુ. ગુરુગ્રામના સેક્ટર-90 સ્થિત બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ડિનર માટે જવું પાંચ લોકોને ભારે પડ્યુ. આરોપ છે કે રેસ્ટોરન્ટ સ્ટાફે તે લોકોને માઉથ ફ્રેશનરને બદલે ડ્રાય આઈસ આપ્યો હતો.

પાંચેય લોકોને તેનું સેવન કરતાની સાથે જ મોઢામાં બળતરા થવા લાગ્યા અને લોહી પણ નીકળ્યુ. જ્યારે હાલત ખરાબ થઈ ત્યારે રેસ્ટોરન્ટના સ્ટાફે પણ મદદ કરી નહોતી. બધા પોતપોતાની રીતે હોસ્પિટલ પહોંચ્યા. હાલ તો એક મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે પરંતુ ચાર ICUમાં છે. પોલીસે કેસ નોંધીને તપાસ માટે ડ્રાય આઈસના સેમ્પલ લીધા છે.

ગ્રેટર નોઈડામાં રહેતા અંકિત કુમાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પોલીસને આપેલી ફરિયાદમાં તેણે જણાવ્યું કે તે ગુરુગ્રામમાં રહેતા તેના મિત્ર માનિકના જન્મદિવસની ઉજવણી કરવા શનિવારે સેક્ટર-90ની એક રેસ્ટોરન્ટમાં ગયા હતા, અંકિત તેની પત્ની અને એક વર્ષની પુત્રી સાથે હતો. માનિક અને તેની પત્ની સાથે અન્ય એક કપલ પણ હતું.

જમ્યા પછી અંકિત સિવાય બધાએ માઉથ ફ્રેશનર ખાધું અને તરત જ પાંચેયને મોઢામાં બળતરા થવા સાથે લોહી નીકળવા લાગ્યું અને ઉલ્ટી પણ થઇ. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને એમ્બ્યુલન્સની રાહ જોવાનું કહ્યું. જો કે, બધાની હાલત એટલી ખરાબ હતી કે તેઓ કોઈક રીતે જાતે જ હોસ્પિટલ પહોંચી ગયા. હાલ તો પાંચમાંથી એકને રજા આપવામાં આવી છે, પરંતુ બાકીના ચાર ICUમાં સારવાર હેઠળ છે.

Shah Jina