સલામ છે આવા માતા-પિતાને… દીકરીના પહેલા પીરિયડ્સ પર આપી પાર્ટી અને કેક પણ કાપી…લોકો કરી રહ્યા છે ખૂબ પ્રશંશા

ઉત્તરાખંડમાં પરિવારે ઉઠાવ્યુ અનોખુ પગલુ, કેક કાપી દીકરીના પહેલા પીરિયડ્સને કર્યુ સેલિબ્રેટ

Celebrates Daughter First Menstruation : રસોડામાં ના જા… આમ ના બેસો…ધીમે બોલો નહિ તો કોઈ સાંભળી લેશે…આ એવી કેટલીક લાઈનો છે જેનો લોકો પીરિયડ્સ શબ્દ સાંભળતા જ ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે. પરંતુ ઉત્તરાખંડમાં એક પરિવારે અનોખુ પગલું ઉઠાવ્યુ.માસિક ધર્મને કલંક ગણતા સમાજમાં ઉત્તરાખંડના રહેવાસી જીતેન્દ્ર ભટ્ટે એક અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે.

દીકરીના પહેલા પીરિયડ્સ પર માતા-પિતાનું સેલિબ્રેશન
ભટ્ટની દીકરીના પહેલા પીરિયડ્સ પર તેમણે કંઈક એવું કર્યું છે, જેના વખાણ આખો દેશ કરી રહ્યો છે. સામાન્ય રીતે માસિક ધર્મની ચર્ચા સમાજમાં ભાગ્યે જ થાય છે. આવી સ્થિતિમાં આ અંગે લોકોના મનમાં અનેક પ્રકારની મૂંઝવણો છે. પીરિયડ્સ એટલા અશુદ્ધ માનવામાં આવે છે કે ઘણા ધાર્મિક સ્થળોએ માસિક ધર્મ દરમિયાન છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

કેક કાપી અને માસિક ધર્મ વિશે વિસ્તૃત માહિતી આપી
આ બધી ઘટનાઓ વચ્ચે જ્યારે ઉત્તરાખંડના કાશીપુરના રહેવાસી જિતેન્દ્ર ભટ્ટની દીકરીને પહેલીવાર પીરિયડ્સ આવ્યા ત્યારે તેમણે અને તેમની પત્નીએ તેની ઉજવણી કરી. બંનેએ દીકરી સાથે કેક કાપી અને બેસીને તેને માસિક ધર્મ વિશે વિસ્તૃત માહિતી આપી. મળતી માહિતી મુજબ જિતેન્દ્ર ભટ્ટ તેમની પત્ની અને પુત્રી સાથે કાશીપુરમાં રહે છે. તાજેતરમાં જ તેમને તેમની પુત્રીના પ્રથમ માસિક ધર્મ વિશે જાણવા મળ્યું.

દીકરીને ખાસ ફીલ કરાવવા સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું
આ પછી તેમણે અને તેમની પત્નીએ મળીને આ અંગેની તમામ વિગતવાર માહિતી પુત્રીને આપી અને તેના તમામ ભ્રમ દૂર કર્યા. આ સાથે તેને સમાજમાં માસિક સ્રાવ વિશેની પ્રચલિત માન્યતાઓથી પણ પરિચય કરાવ્યો. તેમણે દીકરીને કહ્યું કે સ્ત્રીઓમાં માસિક ધર્મ એક સામાન્ય કુદરતી પ્રક્રિયા છે અને તેમાં અશુદ્ધિ જેવી કોઈ વસ્તુ નથી. આટલું જ નહીં, બંનેએ દીકરીને ખાસ ફીલ કરાવવા સેલિબ્રેટ કરવાનું પણ નક્કી કર્યું.

નજીકના લોકો અને મિત્રોને પાર્ટીમાં અપાયુ આમંત્રણ 
તેમણે તેમના નજીકના લોકો અને મિત્રોને પાર્ટીમાં આમંત્રણ આપ્યું અને પુત્રીના પ્રથમ માસિક ધર્મની ઉજવણી માટે સાથે મળીને કેક કાપી. જિતેન્દ્ર ભટ્ટની આ પહેલની લોકો તેમની ખૂબ અને ખુલ્લેઆમ પ્રશંસા કરી રહ્યા છે. તેમણે આ ક્ષણ પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કરી અને લખ્યું- દીકરી મોટી થઈ ગઈ છે.

સમાજને આપ્યો મોટો સંદેશ 
જિતેન્દ્ર ભટ્ટના આ પ્રયાસથી તેમની દીકરીને માસિક ધર્મમાં આવતી છોકરીઓને અસ્પૃશ્ય ગણતા સમાજમાં માત્ર વિશેષતાનો અહેસાસ જ ના કરાવ્યો પણ સમાજને એક મોટો સંદેશ પણ આપ્યો. પરિવારે નજીકના લોકોને પાર્ટીમાં આમંત્રણ આપ્યું અને બધાએ સાથે મળીને ઉજવણી કરી. જે ફોટા વાયરલ થઈ રહ્યા છે તેમાં ઘરને ફુગ્ગાઓથી સજાવવામાં આવ્યું હોવાનું જોઇ શકાય છે અને દરેક ખુશ દેખાઈ રહ્યા છે.

Shah Jina