ફાલ્ગુની પાઠકનું મંત્રમુગ્ધ દાંડિયા પરફોર્મન્સ, અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં સેલિબ્રિટીઓને મોજ પડાવી દીધી- જુઓ વીડિયો
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલ્યા અને આ સેરેમનીમાં દેશ-વિદેશની મોટી મોટી હસ્તિઓથી લઇને બોલિવુડ અને હોલિવુડ સેલિબ્રિટીઓએ પણ મન મૂકીને મજા માણી. ત્યારે આ ફંક્શનમાં ફાલ્ગુની પાઠકે તેમના મંત્રમુગ્ધ દાંડિયા પરફોર્મન્સથી ઉજવણીમાં ઉમેરો કર્યો હતો.
સ્ટેજ ગરબાની વાઇબ્રન્ટ એનર્જીથી ઝળહળી ઉઠ્યો હતો અને અંબાણી પરિવાર તથા મર્ચન્ટ પરિવારે ગરબાની મોજ માણી હતી. ફાલ્ગુની પાઠકે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગરબા પરફોર્મન્સની ઝલક પણ શેર કરી છે જેમાં આઇકોનિક ગીત ‘સનેડો સનેડો’ પણ સામેલ છે. વીડિયોમાં સ્ટેજ પર ઘણાને ગરબા રમતા જોઇ શકાય છે અને તેમનો ઉત્સાહ પણ જોવાલાયક છે.
ફાલ્ગુની પાઠકના આ પરફોર્મન્સે અનંત-રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીમાં પરંપરાગત ઉત્તેજનાનો સ્પર્શ ઉમેર્યો હતો. ફાલ્ગુની પાઠક સાથે પાર્થિવ ગોહિલ પણ સ્ટેજ પર પોતાના અવાજથી અંબાણી પરિવારના મોંઘેરા મહેમાનોને મોજ કરાવતા જોવા મળ્યા હતા. જણાવી દઇએ કે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન જુલાઇ મહિનામાં બિઝનેસમેન વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે થવાના છે. પરંતુ આ પહેલા અંબાણી પરિવાર દ્વારા ગુજરાતના જામનગર ખાતે ત્રણ દિવસીય પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફંક્શની સ્ટાર-સ્ટડેડ ગેસ્ટ લિસ્ટમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, માધુરી દીક્ષિત, વરુણ ધવન, અનિલ કપૂર, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન સહિત બોલીવુડની અનેક સેલિબ્રિટીઓ તેમજ દેશ-દુનિયાની જાણિતી હસ્તિઓમાં બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, ઇવાંકા ટ્રમ્પ સહિત અનેક હાજર રહ્યા હતા.
View this post on Instagram