સોશિયલ મીડિયા પર દોસ્તોએ કાળી કરતૂત કરી તો 12 મુ ભણતી છોકરીએ કરી લીધી આત્મહત્યા…

સોશિયલ મીડિયા પર મિત્રોએ એવું ગંદુ કામ કર્યું કે 17 વર્ષની વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, ઘરમાં બહેન દીકરીઓ હોય તો ચેતી જજો…

આજ કાલ તો જાણે કે સોશિયલ મીડિયાનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે. પરંતુ સોશિયલ મીડિયાની ઘણી આડઅસર પણ હોય છે. સોશિયલ મીડિયાની આડઅસરનો એક ભયાનક કિસ્સો હાલમાં સામે આવ્યો છે. અહીં 12મા ધોરણની વિદ્યાર્થીનીએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થીના નામે ફેક એકાઉન્ટ બનાવી તેનો ફોટો મૂકી ગંદી કોમેન્ટ કરી હતી. જેના કારણે યુવતીને અજાણ્યા લોકોના ફોન આવવા લાગ્યા હતા. યુવતી પર ફોન આવતા તે પરેશાન થઈ ગઈ હતી. તેણે મિત્રોને પોસ્ટ ડિલીટ કરવા વિનંતી કરી. પરંતુ પોસ્ટ ડિલીટ થઈ ન હતી. ત્યારે અપશબ્દોના ડરથી વિદ્યાર્થીનીએ યમુનામાં કૂદીને આત્મહત્યા કરી હતી.

ઉત્તરપ્રદેશના ઈટાવાથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ધોરણ 12માં અભ્યાસ કરતી એક યુવતીએ નદીમાં કૂદીને પોતાનો જીવ આપી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે તેના મિત્રોએ ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવીને તેનો ફોટો અને ફોન નંબર પોસ્ટ કર્યો હતો. ત્યારપછી લોકોએ તેના પર ગંદી કમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું. જેનાથી કંટાળીને યુવતીએ આપઘાત કરી લીધો હતો. પોલીસે યમુના નદીમાંથી મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને મામલાની તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ પરિવારની હાલત કફોડી છે. આ મામલો આઈટી એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો છે, જેમાં ઈન્સ્પેક્ટર હેઠળ તપાસ ચાલી રહી છે.

પોલીસે 9 લોકો સામે ગુનો નોંધ્યો છે. પીનલ કોડની કલમ 154, ઈન્ડિયન પીનલ કોડ એક્ટ 1860ની કલમ 363 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2008 હેઠળ સેક્શન 67 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. શંકાસ્પદ આરોપીની શોધખોળ ચાલુ છે. મૃતકના પિતાનું કહેવું છે કે તેમની પુત્રી સરસ્વતી ઈન્ટર કોલેજમાં અભ્યાસ કરવા ગઈ હતી. જ્યારે તે લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતી ત્યારે તે શાળામાં ગયા, જ્યાં ખબર પડી કે રજાના કારણે તે તેના મિત્રો સાથે પાછી ગઇ હતી. થોડા સમય પછી તેમને ખબર પડી કે તેમની દીકરી નદીમાં કૂદી ગઈ છે. ત્યારબાદ તરત જ પોલીસને આ બાબતની જાણ કરી. શોધખોળ બાદ તેની લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

આ દરમિયાન ખબર પડી કે તેના મિત્રોએ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી છે. જેમાં તેનો ફોટો પણ મુકવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ તેના પર ગંદી કમેન્ટ પણ કરી હતી. ફોટોની નીચે ફોન નંબર પણ લખવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે પોસ્ટ વાયરલ થતાની સાથે જ વિદ્યાર્થીનીને અજાણ્યા લોકોના ફોન આવવા લાગ્યા. આનાથી તે ખૂબ જ પરેશાન થઈ ગઈ. વિદ્યાર્થિનીએ તેના મિત્રને પોસ્ટ ડિલીટ કરાવવા માટે ઘણી વિનંતી કરી. પરંતુ પોસ્ટ ડિલીટ થઇ ન હતી. ઘરે પણ ફોન આવવા લાગ્યા તો યુવતી પરેશાન થઈ ગઈ. ત્યારબાદ યુવતીએ શુક્રવારે નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. બે દિવસ બાદ રવિવારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

Shah Jina