આ બૉલીવુડ અભિનેતાએ 12 લાખની શેરવાની પહેરી, હાથમાં ગુલાબ લઈ “મેરા દિલ યે પુકારે..” ગર્લ સાથે કર્યા લગ્ન, આયેશાના નામે લખ્યો અધધધ લાખનો ચેક.. વાયરલ થયો વીડિયો
પાકિસ્તાની વાયરલ ગર્લ આયેશા પાકિસ્તાનમાં જ નહિ ભારતમાં પણ ખુબ જ નામના મેળવી ચુકી છે. લતા મંગેશકરના ગીત “મેરા દિલ યે પુકારે” પર તેનો ડાન્સ વીડિયો વાયરલ થયા બાદ તેના ફોલોઅર્સ પણ ખુબ જ ઝડપથી વધવા લાગ્યા, ત્યારે તેના ચાહકો ભારતમાં પણ જોવા મળ્યા. તેનો કોઈપણ નવો વીડિયો આવતાની સાથે જ વાયરલ પણ થવા લાગ્યો હતો.
ત્યારે હાલ આયેશાને લઈને એક મોટી ખબર પણ સામે આવી છે. બૉલીવુડ અભિનેતા ફૈજાન અંસારીએ આયેશાના પ્રેમમાં બધી જ હદો પાર કરી નાખી. ફૈઝાન આયેશાના પ્રેમમાં એટલો બધો ખોવાઈ ગયો કે બાકી બધું જ ભુલી ગયો. ફૈઝાન અંસારીએ દુલ્હનની હાજરી વગર તેની સાથે લગ્ન કર્યા છે. જો કે લગ્ન માટે છોકરો અને છોકરી બંનેની સંમતિ જરૂરી છે, પરંતુ અહીં ફૈઝાને એકલાએ જ લગ્નની તમામ ઔપચારિકતાઓ પૂરી કરી છે અને પોતાને આયેશાનો પતિ હોવાનો દાવો કર્યો છે.
એટલું જ નહીં, અભિનેતાએ આ અંગે એક વીડિયો પણ શૂટ કર્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં જ અભિનેતાએ આયેશા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ફૈઝાને મીડિયાને કહ્યું કે તેણે આયેશા જેવી સુંદર છોકરી તેના જીવનમાં ક્યારેય જોઈ નથી. ફૈઝાને કહ્યું હતું કે, ‘જ્યારથી તેનો વીડિયો વાયરલ થયો છે ત્યારથી હું તેને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો છું. ગમે તે થાય, હું તેની સાથે લગ્ન કરીશ. લગ્ન પછી અમે બંને આ રીતે સાથે ડાન્સ કરીશું. એટલું જ નહીં, અભિનેતાએ કહ્યું હતું કે તે ભારતમાં પાકિસ્તાની દૂતાવાસમાં જશે અને બે દિવસ પછી વિઝા માટે અરજી કરશે.
જો કે લાખ પ્રયાસો બાદ પણ તેને વિઝા મળી શક્યા ન હતા. ત્યારે થોડા દિવસ પહેલા 12 લાખની કિંમતની ડિઝાઇનર શેરવાની પહેરીને, તે વરરાજા તરીકે મુંબઈની બાંદ્રા કોર્ટ પહોંચ્યો અને ત્યાં લગ્નની ઔપચારિકતા પૂરી કરી. એટલું જ નહીં, ફૈઝાને આયેશાને હક-એ-મેહર તરીકે 15 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. આ દરમિયાન ફૈઝાને 15 લાખ રૂપિયાનો ચેક પણ બતાવ્યો અને દાવો કર્યો કે તે આયેશા ભારત આવશે કે તરત જ તેને આ ચેક સોંપી દેશે.
View this post on Instagram
ફૈઝાન અંસારી બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે. તે એમેઝોન મિની ટીવી ડેટિંગ રિયાલિટી શો ‘ડેટેબાઝી’માં સ્પર્ધક તરીકે જોવા મળશે. આ સિવાય તાજેતરમાં જ તેને ‘મોસ્ટ પોપ્યુલર ફેસ’ તરીકે દાદાસાહેબ ફાળકે આઇકોન એવોર્ડ 2022 અને ડૉ. અબ્દુલ કલામ એવોર્ડથી નવાજવામાં આવ્યો છે.