શું વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર પહોંચ્યો ? જાણો વાયરલ વીડિયોની હકિકત

‘વિરાટ-અનુષ્કા પણ અંબાણીના પ્રી વેડિંગમાં પહોચ્યો’, આ વીડિયોની મોટી ગડબડ સામે આવી, જુઓ

ગુજરાતના જામનગરમાં એશિયાના સૌથી ધનિક બિઝનેસમેનમાંના એક મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. અહેવાલ છે કે અનંત અને રાધિકા 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાશે. પરંતુ આ પહેલા તેમની પ્રી-વેડિંગ સેરેમની 1થી3 માર્ચ સુધી જામનગરમાં યોજાઇ રહી છે, જેમાં ઇન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાથી લઈને બોલિવુડ અને ક્રિકેટ જગતની ઘણી હસ્તિઓ જામનગર પહોંચી છે.

દેશ-વિદેશની મોટી હસ્તિઓનો પણ જામનગરમાં મેળાવડો જામ્યો છે. આ દરમિયાન એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા પણ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં ભાગ લેવા જામનગર આવી રહ્યા છે. જો કે, આ વીડિયો જૂન 2022નો છે, જેમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને એરપોર્ટ પર જોઇ શકાય છે.

જેના પરથી સ્પષ્ટ થાય છે કે વિરાટ અને અનુષ્કાનો વાયરલ વીડિયો દોઢ વર્ષ કરતાં પણ વધુ જૂનો છે. ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને તેમની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા હાલમાં લંડનમાં છે. થોડા દિવસ પહેલા જ કપલે તેમના બીજા બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યુ છે. વિરાટ-અનુષ્કા રાધિકા-અનંતના પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર જવાના નથી.

Shah Jina