187 ફૂટ ઊંચી દેવીની પ્રતિમાને પહેરાવવામાં આવ્યું ફેસ માસ્ક, કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો

સમગ્ર દુનિયાની અંદર ફેલાયેલા કોરોના વાયરસને લઈને બધા જ લોકો ચિંતામાં છે. કોરોનાને રોકવા માટે લોકો દરેક પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. આપણા દેશમાં પણ ઘણા લોકો હોમ હવન કરીને પણ કોરોનાને નાથવા માંગે છે, તો બીજી તરફ સરકાર દ્વારા વેક્સિનેશન પણ પૂર જોશમાં ચાલી રહ્યું છે.

પરંતુ આ દરમિયાન જાપાનમાંથી એક અલગ જ નજારો જોવા મળ્યો જયારે ત્યાં 187 ફૂટ ઊંચી બૌદ્ધ દેવીની પ્રતિમાને માસ્ક પહેરાવવામાં આવ્યું. આમ કરવા પાછળનું કારણ પણ એક પ્રાર્થના હતી. જેના કારણે કોરોનાની ખાત્મો કરી શકાય.

રોયટર્સની ખબર પ્રમાણે આ મૂર્તિને માસ્ક ઉપર લગાવવામાં 3 કલાકથી પણ વધારે સમય લાગ્યો. ચાર લોકોએ મળીને તેના ઉપર કામ કર્યું. તે દોરડા બાંધી અને ઉપર ચઢ્યા અને તેમને 187 ફૂટ ઊંચી મૂર્તિ ઉપર ફેસમાસ્ક લગાવ્યું. આ મૂર્તિ ફુકુશિમાના Houkokuji Aizu Betsuin મંદિરમાં છે.

તેમને ગુલાબી રંગની નેટ ફેબ્રિક વાળા માસ્કને બૌદ્ધ દેવીની પ્રતિમા ઉપર લગાવ્યું. આ માસ્ક 13.45 ફૂટ બાય 17.38 ફૂટનું છે. જેનું વજન 34 કિલોની આસપાસનું છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ પ્રતિમા 33 વર્ષ જૂની છે. તેની અંદર પગથિયાં પણ લાગેલા છે જે બૌદ્ધ દેવીના ખભા સુધી જાય છે.

લોકો આ પ્રતિમા પાસે બાળકો માટે પ્રાર્થના અને માનતાઓ માંગવા માટે આવે છે. આ પ્રતિમા બૌદ્ધ દેવીએ હાથમાં એક બાળક પણ પકડી રાખ્યું છે. જેના કારણે અહીંયા આવીને લોકો તેમના બાળકો અને થવા વાળા બાળકોની કુશળતા માટે પ્રાર્થના કરે છે.

મંદિરના મેનેજરે જણાવ્યું હતું કે અહીંયા કામ કરવા વાળા વર્કર્સનો જ આ આઈડિયા છે. તેમનું કહેવું છે કે દેવીમાતાને માસ્ક ત્યાં સુધી લાગેલું રહેશે જ્યાં સુધી જાપાનની અંદર કોરોના કાબુમાં નથી આવી જતો. તો બીજી તરફ બૌદ્ધ દેવીને લગાવવામાં આવેલું આ માસ્ક લોકોને એક એવો સંદેશ પણ આપી રહ્યું છે કે માસ્ક લગાવીને રાખવું જોઈએ.

Niraj Patel