આંખ કેમ ફરકે છે? જાણો તેની પાછળના શુભ-અશુભ સંકેત

ઘણી વાર આપણે કોઈના મોઢેથી એવું કહેતા સાંભળ્યા હશે કે મારી આંખ ફરકી રહી છે. જો કોઈની આંખ ફરકે તો તેને શુકન અથવા અપશુકન સાથે જોડીને જોવામાં આવે છે. લોકો એવું પણ માને છે કે આંખ ફરકવાનો અર્થ એ છે કે આવનારી ઘટના વિશે જાણ કરવી. સામુદ્રિક શાસ્ત્ર (ચહેરા અને આખા શરીરનો અભ્યાસ) અનુસાર, સ્ત્રી અને પુરૂષો બંનેમાં જુદી જુદી આંખોના ફરકવાનો અલગ અર્થ હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પુરુષો માટે જમણી આંખ ફરકવી શુભ માનવામાં આવે છે, જ્યારે ડાબી આંખનું ફરકવુ સ્ત્રીઓ માટે શુભ માનવામાં આવે છે.

જમણી આંખ ફરકવી
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ માણસની જમણી આંખ ફરકતી હોય તો તે તેના માટે શુભ હોય છે. કહેવાય છે કે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે તેમને પ્રમોશન અને પૈસાનો લાભ મળે છે. પરંતુ જો કોઈ સ્ત્રીની જમણી આંખ ફરકે તો તેને માટે અશુભ સંકેત માનવામાં આવે છે અને આવનારા સમયમાં તે મહિલાનું કામ બગડી શકે છે.

ડાબી આંખ ફરકવી
સ્ત્રીઓ માટે ડાબી આંખનું ફરકવુ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ડાબી આંખ ફરકવાનો અર્થ છે કે મહિલાઓને સોના-ચાંદીના ઘરેણા મળી શકે છે. બીજી તરફ, જો પુરુષોની ડાબી આંખ ફરકે તો તેમને નુકસાન થાય છે. તેમનો કોઈ પણ દુશ્મન તેમને નુકસાન પહોંચાડી શકે છે.

આ પણ કારણ છે

1. આંખની સમસ્યાઓ : આંખોમાં સ્નાયુઓને લગતી સમસ્યા હોય તો પણ આંખ ફરકી શકે છે. જો તમારી આંખો લાંબા સમયથી ફરકી રહી છે, તો એકવાર ચોક્કસપણે આંખની તપાસ કરાવો. કદાચ તમારે ચશ્મા પહેરવાની જરૂર છે અથવા તમારા ચશ્માનો નંબર બદલાવાનો છે.

2. તણાવ : તાણને કારણે પણ તમારી આંખો ફરકી શકે છે. ખાસ કરીને જ્યારે તણાવને કારણે તમે શાંતિથી સૂઈ શકતા નથી અને તમારી ઊંઘ પૂરી નથી થઈ રહી, ત્યારે આંખ ફરકવાની સમસ્યા થઈ શકે છે.

3. થાક : વધુ પડતા થાકને કારણે પણ આંખોમાં તકલીફો થાય છે. આ સિવાય આંખોમાં થાક લાગવો અથવા કોમ્પ્યુટર, લેપટોપ પર લાંબા સમય સુધી કામ કરવાથી પણ આ સમસ્યા થઈ શકે છે. આ માટે આંખોને આરામ આપવો જરૂરી છે.

4. શુષ્કતા : જો આંખોમાં શુષ્કતા હોય તો પણ આંખ ફરકવાની સમસ્યા રહે છે. આ સિવાય આંખોમાં એલર્જી, પાણી આવવું, ખંજવાળ વગેરેની સમસ્યા હોય તો પણ થઈ શકે છે.

5. પોષણ : શરીરમાં મેગ્નેશિયમની ઉણપથી આંખ ફરકવાની સમસ્યા ઉભી થઈ શકે છે. આ સિવાય કેફીન કે આલ્કોહોલનું વધુ પડતું સેવન કરવાથી પણ આ સમસ્યા થાય છે.

YC