ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઘણા અકસ્માતની અંદર કેટલાય લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે તો ઘણીવાર લોકો ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે. રોડ પર રાખેલી સહેજ બેદરકારી પણ ક્યારેક જીવલેણ સાબિત થતી હોય છે ત્યારે હાલ આવી જ એક ઘટના વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી સામે આવી છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર એક્સપ્રેસ હાઇવે પર આંણદ નજીક એક ઉભેલી ટ્રકની પાછળ એક ઇકો કાર ઘુસી જવાના કારણે કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા છે. કારમાં સવાર ત્રણેય યુવકો ડાકોરના વતની હોવાનું સામે આવ્યું છે. આ યુવાનો કારના મૂળ માલિકને વડોદરા મૂકીને પરત ડાકોર આવવા માટે નીકળ્યા હતા. ત્યારે જ આણંદ પાસે ઉભેલી એક ટ્રકની પાછળ કાર ધડાકેભેર અથડાઈ હતી.
ત્રણેય યુવકોના આમ નિધનના કારણે રાજા રણછોડની નગરી ડાકોરમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. આ ઘટનાને લઈને પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ મામલે ખંભોળજ પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણેય યુવાનોન મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
તો છેલ્લા ઘણા સમયમાં ગુજરાતમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી છે. બે દિવસ પહેલા પણ હિંમતનગર અમદાવાદ નેશનલ હાઇવે પર પ્રતિજના ઓરાણ પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પણ એક દંપતી ગમ્ભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું.