20 વર્ષની છોકરીની તસવીર બતાવી 45 વર્ષિય મહિલા સાથે કરાવી રહ્યા હતા લગ્ન, પછી દુલ્હાએ કર્યો કાંડ

લગ્નમાં ફ્રોડના તો ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે, લૂંટેરી દુલ્હનના પણ ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે, પરંતુ આ વખતે જે કિસ્સો સામે આવ્યો છે તે સાંભળીને તો તમે પણ હેરાન રહી જશો. એક દુલ્હા સાથે જબરદસ્તી વર્ષિય મહિલાના લગ્ન કરાવવાની કોશિશ કરવામાં આવી. લગ્ન પહેલા તેને 20 વર્ષિય યુવતિની તસવીર બતાવવામાં આવી હતી..

જયારે યુવકે લગ્ન માટે હા કહી દીધી તો તેને દગો આપી એક-બે બાળકોની માતાને મંડપમાં બેસાડવામાં આવી હતી. આ ધોખાધડી સામે આવતા જ દુલ્હો સીધો પોલિસ સ્ટેશન પહોંચ્યો હતો અને દગો આપનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

આ કિસ્સો યુપીના ઇટાવાનો છે. જયાં શત્રુઘ્ન સિંહ નામના યુવક સાથે આ ધોખાધડીને અંજામ આપવામાં આવ્યો છે. દલાલો દ્વારા પહેલા તેને એક 20 વર્ષિય યુવક છોકરીની તસવીર બતાવવામાં આવી. અને ત્યારે તેના દમ પર 35 હજાર રૂપિયા પણ એડવાન્સમાં લેવામાં આવ્યા. પરંતુ લગ્ન વાળા દિવસે યુવક જયારે મંદિર પહોંચ્યો તો તેને જાણ થઇ કે તેના લગ્ન એક 45 વર્ષિય મહિલા સાથે કરાવવામાં આવી રહ્યા છે. પોતાની સાથે દગો થતો જોઇ તે નારાજ થઇ ગયો અને લગ્ન કરવા માટે ના કહી દીધી.

તે તેની માતા સાથે પોલિસ સ્ટેશન જવાની વાત કહેવા લાગ્યો, પરંતુ સ્થિતિ બેકાબૂ થતી જોઇ ત્યાં રહેલ દલાલોએ તેના પરિવારને ધમકાવવાનું શરૂ કરી દીધુ. તે ડંડા લઇને પાછળ ભાગવા લાગ્યા પરંતુ કોઇ રીતે પોતાનો જીવ બચાવી શત્રુધ્ન પોલિસ સ્ટેશન પહોંચ્યો અને તેની સાથે થયેલ ધોખાધડી વિશે જણાવ્યુ.

દુલ્હાની માતાએ જણાવ્યુ કેે, ઠગોએ મારા દીકરાના લગ્ન જબરદસ્તી ઉંમર પ્રમાણે બે બાળકોની માતા સાથે કરવાની કોશિશ કરી., જયારે અમે ના કહી તો તે લોકો અમને દંડાથી મારવાની ધમકી આપી અને હુમલો કર્યો. હવે આ પૂરા મામલાને જોઇને ઇટાવાના એસપીએ સ્પષ્ટ કર્યુ છે કે વૈધાનિક કાર્યવાહી કરવામાં આવશે.

Shah Jina