રાજકુમારીની જેમ શણગાર સજીને ઘૂંટણિયે બેસી થવા વાળા પતિને વીંટી પહેરાવતી જોવા મળી આ ગુજરાતી અભિનેત્રી, સગાઈની તસવીરો થઇ વાયરલ

બોલીવુડની જેમ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ એક પછી એક ખુશ ખબરીઓ આવી રહી છે. ઘણા સેલેબ્સ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, તો ઘણા સેલેબ્સ સગાઈ પણ કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક અભિનેત્રીની સગાઈની ખબરો સામે આવી છે, જેને ઘણી બધી હિન્દી ધારાવાહિકો અને ગુજરાતી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું છે.

સગાઈના બંધનમાં બંધાનારી આ આભિનેત્રીનું નામ છે ઈશા કંસારા જેને આજે કોઈ ઓળખાણની જરૂર નથી.ઈશા કંસારાએ “મુક્તિ બંધન, એક નણંદ કી ખુશીઓ કી ચાબી..મેરી ભાભી, માય નેમ ઇઝ લખન, મેડમ સર, જિંદગી મેરે ઘર આના” જેવી ધારાવાહિકોમાં ખુબ જ સુંદર અભિનય કર્યો છે.

આ ઉપરાંત ઈશા કંસારાની ગુજરાતી ફિલ્મી કેરિયરની વાત કરીએ તો, “દુનિયાદારી, મિજાજ, વાંઢા વિલાસ, મીડ નાઈટ વિથ મેનકામાં પણ કામ કર્યું છે. ઈશા કંસારા 11 માર્ચના રોજ આવાનરી ફિલ્મ “પ્રેમ પ્રકરણ”માં પણ એક મહત્વનું પાત્ર ભજવી રહી છે,  હાલમાં જ ઈશા કંસારાની સગાઈની ખબરે તેના ચાહકોને પણ હેરાન કરી દીધા છે.

ઈશા કંસારાએ તેના સગાઈની ઘણી બધી તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે, જે પ્રમાણે જાણી શકાય છે કે ઈશાએ સિદ્ધાર્થ ભાવસાર સાથે સગાઈ કરી લીધી છે. સિદ્ધાર્થ ભાવસાર સિંગર, કમ્પોઝર, સંગીતકાર અને ગીતકાર છે. ઈશાની તસ્વીરોને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

ઈશા કંસારા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો ઉપર તેના ચાહકો સાથે સાથે ઘણા સેલેબ્સ પણ કોમેન્ટ કરીને સગાઈની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ઈશાની પોસ્ટ ઉપર ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, આરોહી પટેલ, મનન દેસાઈ, દીક્ષા જોશી ઉપરાંત ઘણા બધા સેલેબ્સે શુભકામનાઓ પાઠવી છે.

ઈશા કંસારાનો જન્મ 20 ઓગસ્ટ 1996ના રોજ અમદાવાદ, ગુજરાતમાં થયો હતો. તેના પિતાનું નામ રમેશ કંસારા છે. તેનો એક ભાઈ પણ છે. તેણે હિરામણી સ્કૂલ અને અમૃત જ્યોતિ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેણે મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી કોલેજનું શિક્ષણ મેળવ્યું.

ઈશાને બાળપણથી જ અભિનય અને નૃત્યનો ખૂબ જ શોખ હતો, જેના માટે તેઓ બાળપણમાં જ શાળાકીય અભ્યાસ સાથે ભરતનાટ્યમના વર્ગમાં જોડાયા હતા. આ પછી તે પહેલીવાર ઈન્ડિયા ડાન્સમાં જોવા મળી હતી. પરંતુ તેની ડાન્સ ઈન્ડિયા ડાન્સની સફર લાંબો સમય ન ચાલી અને આ શો તેને છોડી દીધો.

પછી તેને અભિનય તરફ તેની કારકિર્દી પસંદ કરી અને અભિનયના વર્ગો જોઇન કર્યા. પછી થોડા દિવસો પછી તે અભિનય સંપૂર્ણપણે શીખી ગઈ અને કામ શોધવા લાગી. ત્યારબાદ તેને એક ટીવી સિરિયલની ઓફર મળી, તેણે 2011માં મુક્તિ બંધન સિરિયલથી પોતાના કરિયરની શરૂઆત કરી. જેમાં તેણે દેવકી શાહનું પાત્ર ભજવ્યું હતું.

ઈશા કંસારા હવે થોડા જ દિવસમાં એટલે કે 11 માર્ચના રોજ મોટા પડદા ઉપર પ્રસારિત થનારી ફિલ્મ “પ્રેમ પ્રકરણ”માં નજર આવવાની છે. આ ફિલ્મને લઈને દર્શકો પણ ખુબ જ ઉત્સાહિત છે. ખાસ કરીને આ ફિલ્મના ગીતો રિલીઝ થવાની સાથે જ ધૂમ મચાવી રહ્યા છે, અને લોકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ ફિલ્મમાં ઈશા કંસારા પણ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળવાની છે. સાથે જ આ ફિલ્મમાં તેની સાથે મુખ્ય અભિનેતા તરીકે ગૌરવ પાસવાલા જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મમાં અભિનેત્રી દીક્ષા જોશી પણ જોવા મળવાની છે. આ ત્રણેય કલાકારોની જુગલબંધી જોવા માટે દર્શકો પણ હાલમાં ખુબ જ આતુર છે.

ઈશા સ્ટાર પ્લસના શો ‘જિંદગી મેરે ઘર આના’ સાથે ટેલિવિઝન પર પરત ફરી હતી. તે આ શોમાં અમૃતા સખુજાની ભૂમિકા ભજવતી જોવા મળી હતી, જે પોતાની રીતે એક જટિલ પાત્ર છે, જે એક સમયે અનેક માઈલસ્ટોન હાંસલ કરે છે. જ્યારે અમૃતા તેના સાસરિયાઓ માટે એક સમર્પિત પુત્રવધૂ છે, તો તે એક ગર્ભવતી માતા પણ છે. સ્ક્રીન પર તેના પાત્રને જીવંત કરવા માટે પ્રતિબદ્ધ, ઈશા તેના પાત્રને વિવિધ પાસાઓ દ્વારા આકાર આપવાનું કામ કરી રહી છે.

આ ધારાવાહિકને લઈને તેના પાત્રની તૈયારીઓ વિશે વાત કરતાં ઈશાએ કહ્યું હતું કે, “અમૃતા એક ખૂબ જ અસામાન્ય પાત્ર છે અને તેથી તે પોતાનામાં જ પડકારરૂપ છે. એક અલગ પાત્ર હોવાને કારણે તેને ઘણી તૈયારીની જરૂર છે. માટે, મારે આવશ્યક અવતરણ પર કામ કરવાનું હતું. આ શો નવી દિલ્હીમાં સ્થાયી થયેલા પંજાબી પરિવાર વિશે છે. ઉપરાંત, આ શોમાં અમૃતાને સગર્ભા માતા તરીકે જોવામાં આવશે, તેથી મારે જરૂરી વર્તન પેટર્ન અપનાવવી પડશે.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ઈશાએ આગળ જણાવ્યું હતું કે, “સદનસીબે, મારી આસપાસ કેટલાક મિત્રો છે જેઓ માતા છે તેથી તેમની વર્તણૂક પેટર્ન જોઈને મને મદદ કરી મારા પાત્રને પરફેક્ટ કર્યું. ઉપરાંત, કેટલીક ફિલ્મોએ મને અભિનયની કેટલીક ટીપ્સ સમજવાની પ્રેરણા આપી, જેણે મને મારા પાત્રને પડદા પર વધુ સારી રીતે રજૂ કરવામાં મદદ કરી. મને આશા છે કે મારી મહેનત ફરી એકવાર ફળે અને દર્શકો હંમેશાની જેમ મને સમર્થન આપતા રહેશે.”

Niraj Patel