નવા વર્ષની શરૂઆત અભિનેત્રી ઈશા ગુપ્તા માટે રહી ખુબ જ દુઃખદ, ઘરમાં છવાયો માતામ, પરિવારના આ સદસ્યનું થયું નિધન

ગઈકાલે 2023ની શરૂઆત થઇ ગઈ અને આખી દુનિયા આ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત જોવા મળી. ઠેર ઠેર પાર્ટીઓ થઇ અને મહેફિલો પણ જામી. કરોડો લોકો આ નવા વર્ષની ઉજવણી કરવામાં ખુબ જ ખુશ ખુશાલ પણ જોવા મળ્યા હતા. ત્યારે આ દરમિયાન કેટલીક એવી ખબરો પણ સામે આવી જેના કારણે કેટલાક પરિવારોમાં માતમ પણ છવાયો હતો. આવું જ કંઈક અભિનેત્રી ઈશા ગુપ્તા સાથે પણ થયું.

રવિવારે નવા વર્ષ નિમિત્તે ઈશા ગુપ્તાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નવીનતમ પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં ઈશા ગુપ્તાએ તેના એક નજીકના મિત્રના નિધનની માહિતી આપી છે. શનિવારે મોડી રાત્રે ઈશા ગુપ્તાના પાલતુ પ્રાણીએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતુ. ઈશા ગુપ્તાએ આ ઈન્સ્ટા પોસ્ટમાં તેના પાલતુ શ્વાનની ઘણી યાદગાર તસવીરો શેર કરી છે. આ તસવીરોના કેપ્શનમાં ઈશાએ આ પાલતુ શ્વાનના નિધનની તારીખ 31-12-2022 લખી છે.

આ સાથે અભિનેત્રીએ બ્રોકન હાર્ટ ઈમોજી સાથે કેપ્શનમાં લખ્યું છે “મેં તેનુ ફિર મિલાંગી.” આ રીતે ઈશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર પોતાના પાલતુ શ્વાનના મોત પર શોક વ્યક્ત કર્યો છે. ઈશા ગુપ્તા બી-ટાઉનની એવી અભિનેત્રીઓમાંની એક છે જે તેના પેટ(પાલતુ પ્રાણી) ને ખૂબ પ્રેમ કરે છે. તમને ઈશા ગુપ્તાના ઈન્સ્ટાગ્રામ પર તેના ઘણા પાલતુ પ્રાણીઓની તસવીરો જોવા મળશે. જેના પરથી સરળતાથી અનુમાન લગાવી શકાય છે કે ઈશા શ્વાનને ખૂબ પ્રેમ કરે છે અને તેમને પોતાના દિલની નજીક રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

આવી સ્થિતિમાં, દુઃખની આ ઘડીમાં ઘણા લોકો સોશિયલ મીડિયા પર ઈશા ગુપ્તાને સંવેદના આપી રહ્યા છે. ઈશા ગુપ્તાએ પોતાના ફિલ્મી કરિયરમાં ‘જન્નત 2, બાદશાહો, કમાન્ડો 2, રુસ્તમ અને ટોટલ ધમાલ’ જેવી ફિલ્મો કરી છે. ઈશા ગુપ્તાએ તેના ફિલ્મી કરિયર અને અભિનયથી એક મોટું નામ મેળવ્યું છે. ત્યારે તેના પાલતુ શ્વાનના નિધન બાદ તે શોકમાં છે અને તેના ચાહકો પણ તેને સોશિયલ મીડિયા દ્વારા સાંત્વના પાઠવી રહ્યા છે.

Niraj Patel